બોલીવુડની વધુ એક બ્લોકબસ્ટરની 20 વર્ષ બાદ બનશે સિક્વલ..

20 વર્ષ પહેલા રજૂ થયેલી બોલીવુડના ધુરંધર કલાકારો ધરાવતી ફિલ્મ ‘ખાકી’ ની સિક્વલ બનવા જઇ રહી છે. આ ફિલ્મ દિગ્ગજ દિગ્દર્શક રાજકુમાર સંતોષીના ડિરેક્શનમાં બની હતી અને તેમાં અક્ષયકુમાર, અમિતાભ બચ્ચન, એશ્વર્યા રાય, અજય દેવગણ જેવા કલાકારોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મના ગીતો પણ ઘણા લોકપ્રિય બન્યા હતા.
2004માં આવેલી આ ફિલ્મનો હવે બીજો ભાગ બની રહ્યો છે. સ્વ. નિર્માતા કેશુ રામસે એ ‘ખાકી’ ફિલ્મનું નિર્માણ કર્યુ હતું, હવે તેમનો પુત્ર સિક્વલ બનાવી રહ્યો છે. જો કે સિક્વલ હજુ ઘણા પ્રારંભિક તબક્કામાં છે, આ ફિલ્મનું હજુ સ્ક્રીપ્ટિંગ પર કામ ચાલી રહ્યું છે અને આવતા વર્ષે આ ફિલ્મનું શૂટિંગ શરૂ થાય તેવી શક્યતા છે.
ફિલ્મના કાસ્ટિંગને લઇને પણ કલાકારો સાથે વાતચીત ચાલી રહી છે. એક વાર સ્ક્રીપ્ટિંગ ફાઇનલ થઇ જાય એ પછી ફિલ્મમેકર્સ અમિતાભ બચ્ચન સાથે વાતચીત કરશે. જ્યારે એશ્વર્યા, અજય અને અક્ષયકુમારના પાત્રોનું અવસાન થતું પહેલા ભાગમાં બતાવવામાં આવ્યું હતું એટલે આ કલાકારો ફરી દેખાય તેવી શક્યતા નહિવત છે. દિગ્દર્શન માટે ફિલ્મ મેકર્સે રાજકુમાર સંતોષીને જ અપ્રોચ કર્યો છે.