KBC-17: 10 વર્ષના ઈશિત ભટ્ટ બાદ હવે વાઈરલ થઈ 3 વર્ષ જૂની એડ સ્ક્રિપ્ટ, તમે પણ જોઈને ચોંકી ઉઠશો… | મુંબઈ સમાચાર
મનોરંજન

KBC-17: 10 વર્ષના ઈશિત ભટ્ટ બાદ હવે વાઈરલ થઈ 3 વર્ષ જૂની એડ સ્ક્રિપ્ટ, તમે પણ જોઈને ચોંકી ઉઠશો…

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન હાલમાં પોતાના લોકપ્રિય ટીવી શો કૌન બનેગા કરોડપતિને કારણે ખૂબ જ ચર્ચામાં છે અને એમાં પણ કેબીસી મંચ પર આ અઠવાડિયે થયેલો હાઈ-વોલ્ટેજ એપિસોડે તો સોશિયલ મીડિયા પર એક અલગ જ બહેસ છેડી દીધી છે. આનું કારણ છે ઈશિત ભટ્ટ નામના 10 વર્ષીય બાળકનો બિગ બી સાથે વાત કરવાનો અંદાજ અને વધારે પડતાં આત્મવિશ્વાસને લોકો રૂડનેસમાં ખપાવી રહ્યા છે. આ બધા વચ્ચે કેબીસીની જાહેરાત માટે ત્રણ વર્ષ પહેલાં આ જ પ્રકારની એક સ્ક્રિપ્ટ લખનાર નીરજ સિંહ ખુદ ચોંકી ઉઠ્યા છે. આવો જોઈએ શું છે આખી સ્ટોરી…

કૌન બનેગા કરોડપતિ શો માટે લેખક નીરજ સિંહ એક જાહેરાત લખી હતી. આ જાહેરાતમાં અમિતાભ બચ્ચન હોટસીટ પર બેઠેલા એક સ્પર્ધકને સવાલ પૂછે છે અને સ્પર્ધક બિગ બીને વચ્ચે જ રોકીને કહે છે કે જવાબ આપતા કહે છે કે મને ખબર છે જવાબ. જ્યારે બિગ બી એને શાંત કરવાનો પ્રયાસ કરે છે તો એ મસ્તીમાં યોલો કહે છે. આખરે બિગ બી હસતાં હસતાં કહે છે કે આ ખોટો જવાબ છે.

આ પણ વાંચો : KBCમાં દેશની ત્રણ બહાદુર વિરાંગનાઓ જોવા મળશે, પ્રોમો જોઈ થઈ જશો ભાવુક!

નીરજ સિંહે આ જૂની ક્લિપ સોશિયલ મીડિયા પર શેર કરી છે અને લખ્યું છે કે ફૂલ ડેજા વૂ… આજે એ સીન હકીકત બની ગયો જ્યારે 10 વર્ષનો ઈશિત ભટ્ટ એ જ અંદાજમાં કેબીસીના મંચ પર પહોંચ્યો હતો. ક્યારેક જેની કલ્પના કરી હતી આજે એ હકીકત બનીને સામે આવ્યું. લાગે છે કે આવનારા સમયમાં પેરેન્ટિંગ એક પડકાર બની જશે.

આ પણ વાંચો : KBC 17: જાવેદ-ફરહાન અખ્તર સામે અમિતાભ બચ્ચન બન્યા ‘એન્ગ્રી યંગ મેન’, કહ્યું જબ તક…

અત્રે ઉલ્લેખનીય છે કે ગુરુવારે પ્રસારિત થયેલાં એપિસોડમાં ઈશિતે બિગ બીને અનેક વખત રોકતાં કહ્યું કે અરે લોક કરો. ઈશિત વારંવાર સવાલ પૂરા સાંભળ્યા વિના જ જવાબ આપવાનો પ્રયાસ કરે છે. તેની આ હરકતને કારણે શોમાં ફન અને અસહજતા બંને એક સાથે આવી. આખરે એક ખોટા જવાબને કારણે ઈશિત ભટ્ટની જર્ની પૂરી થઈ અને તેને કોઈ ઈનામ ના મળ્યું.

આ વીડિયો વાઈરલ થયા બાદ સોશિયલ મીડિયા બે ભાગમાં વહેંચાઈ ગયું જ્યાં કેટલાક લોકો ઈશિતને ઓવર કોન્ફિડન્ડ કહીને તેની અપબ્રિંગિંગ પર સવાલ ઉઠાવી રહ્યા હતા તો કેટલાક લોકોએ તેને રૂડ પણ કહી દીધો હતો. બીજો એક વર્ગ એવો પણ હતો કે જેણે આવા વર્તનને બાળકની માસુમિયક અને આજની પેઢીનો આત્મવિશ્વાસ ગણાવ્યો હતો.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button