'કૌન બનેગા કરોડપતિ'ની નવી સીઝનનો પ્રારંભ: જોઈ લેજો અમિતાભ બચ્ચનનો નવો અંદાજ! | મુંબઈ સમાચાર

‘કૌન બનેગા કરોડપતિ’ની નવી સીઝનનો પ્રારંભ: જોઈ લેજો અમિતાભ બચ્ચનનો નવો અંદાજ!

બોલીવુડના ‘શહેનશાહ’ અમિતાભ બચ્ચને તેમના ટેલિવિઝન શો ‘કૌન બનેગા કરોડપતિ’ દ્વારા ઘણા લોકોના જીવન બદલી નાખ્યા છે. આ શોમાં સ્પર્ધકો તેમના જ્ઞાન દ્વારા કરોડપતિ બન્યા છે. છેલ્લા 25 વર્ષથી લોકોનું મનોરંજન કરતો આ શો હવે ઘણા બધા બદલાવ સાથે ટીવી પર પાછો ફરી રહ્યો છે.

‘કૌન બનેગા કરોડપતિ’માં આ વખતે શું નવું હશે?

સોની ટેલિવિઝને તાજેતરમાં ‘કૌન બનેગા કરોડપતિ’ સીઝન 17નો નવો પ્રોમો રિલીઝ કર્યો છે. એમાં બે અમિતાભ બચ્ચન જોવા મળે છે. એક જૂની શૈલીના અમિતાભ બચ્ચન છે, તો બીજા બદલાતા સમય સાથે બદલાયેલી વિચારસરણી ધરાવતા અમિતાભ બચ્ચન છે. જૂના ‘બિગ બી’ છેલ્લા કેટલાક વર્ષોથી જે શૈલીમાં શો હોસ્ટ કરી રહ્યા છે તે જ શૈલીમાં શો હોસ્ટ કરવાની તૈયારી કરી રહ્યા છે.

આપણ વાંચો: કૌન બનેગા કરોડપતિમાં Amitabh Bachchanને રિપ્લેસ કરશે Salman Khan?

બીજી બાજુ નવા અમિતાભ શોમાં દરેક પ્રકારના બદલાવની માંગ કરે છે. તે કહે છે કે શો Gen X થી Gen G સુધી પહોંચી ગયો છે અને હવે શોમાં કંઈક નવું અને અલગ બતાવવાની જરૂર છે.

આપણે એ જ જૂની પરંપરાને ત્યજીને નવી વિચારસરણીમાં પોતાને ઢાળવાનો સમય આવી ગયો છે. હવે ‘કૌન બનેગા કરોડપતિ’ સીઝન 17 જૂની પરંપરાઓ સાથે નવા અંદાજમાં જોવા મળશે. અમિતાભ બચ્ચન ફરી એકવાર પોતાની હોસ્ટિંગ કુશળતા દર્શાવવા માટે પરત ફરી રહ્યા છે.

આપણ વાંચો: ક્લેપ એન્ડ કટ-હેં….શહેનશાહની જગ્યાએ ભાઈજાન બનાવશે કરોડપતિ?

‘કૌન બનેગા કરોડપતિ’ની નવી સીઝન 11 ઓગસ્ટથી, એટલે કે આજથી સોની ટીવી અને ઓટીટી પ્લેટફોર્મ સોની લિવ પર પ્રસારિત થશે. દર્શકો આ શો દર સોમવારથી શુક્રવાર રાત્રે 9 વાગ્યે જોઈ શકશે. આ વખતે શોની ટેગલાઇન પણ પાછલી સીઝન કરતા અલગ છે. સ્પર્ધકો શોમાં પોતાની બુદ્ધિમત્તાની મદદથી પોતાનો સ્વેગ પણ બતાવશે.

અમિતાભ બચ્ચનની વાત કરીએ તો એવા અહેવાલો છે કે બિગ બી આ સિઝનમાં હોસ્ટ કરવાના પ્રતિ એપિસોડ લગભગ 5 કરોડ રૂપિયા ચાર્જ કરી રહ્યા છે. તેઓ સલમાન ખાન કરતા પણ વધુ ચાર્જ કરનાર હોસ્ટ બની ગયા છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button