KBC 17: જાવેદ-ફરહાન અખ્તર સામે અમિતાભ બચ્ચન બન્યા 'એન્ગ્રી યંગ મેન', કહ્યું જબ તક…
મનોરંજન

KBC 17: જાવેદ-ફરહાન અખ્તર સામે અમિતાભ બચ્ચન બન્યા ‘એન્ગ્રી યંગ મેન’, કહ્યું જબ તક…

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન હાલમાં પોતાના લોકપ્રિય ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિ-17ની સિઝનને કારણે લાઈમલાઈટમાં રહે છે. આ ક્વિઝ શોએ બિગ બીની કિસ્મત તો બદલી છે જ પણ એની સાથે સાથે અનેક કન્ટેસ્ટન્ટની કિસ્મત પણ ચમકાવી છે. પરંતુ શોનો હાલનો એપિસોડ ખૂબ જ ચર્ચામાં રહ્યો છે.

આ એપિસોડમાં જાણીતા લેખક જાવેદ અખ્તર દીકરા ફરહાન અખ્તર સાથે શો પર પહોંચ્યા હતા અને આ સમયે મંચ પર કંઈક એવું થયું કે જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. આવો જોઈએ આખરે એવું તે શું થયું એ

હાલમાં સોશિયલ મીડિયા પર કૌન બનેગા કરોડપતિ-17નો પ્રોમો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં કેબીસીની મંચ પર જાવેદ અખ્તર દીકરા ફરહાન અખ્તર સાથે જોવા મળી રહ્યા છે. આ સમયે જાવેદ અખ્તર ફરહાન સાથે અમિતાભ બચ્ચનનો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા હતા. બિગ બીને 11મી ઓક્ટોબરના 82 વર્ષ પૂરા થશે. આવી સ્થિતિમાં જાવેદજીએ શો પર બિગ બી પાસે કેક કટિંગ કરાવ્યું અને સેલિબ્રેશન કર્યું હતું.

હવે જાવેદજી અને બિગ બી સાથે હોય અને કંઈ ધમાલ ના થાય એવું બની શકે ખરું? કેબીસીમાં બિગ બીએ બંને બાપ-દીકરાને અનેક સવાલ કર્યા. પ્રોમોમાં બિગ બી ફિલ્મ જંજીરનો સીન રિક્રિયેટ કર્યો હતો. બિગ બી જાવેદજીની સામે કહે છે કે જબ તક બૈઠને કો ના કહા જાયે, શરાફત સે ખડે રહો. યહ પુલિસ સ્ટેશન હૈ, તુમ્હારે બાપ કા ઘર નહીં.

કેબીસીનો આ પ્રોમો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. આ પ્રોમો જોઈને દર્શકોને જૂના એંગ્રી યંગ મેનની યાદ આવી ગઈ હતી. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…

આ પણ વાંચો…KBCમાં સ્પર્ધકે અમિતાભ બચ્ચન માટે એવી વાત કહી કે જયાજી ગુસ્સે થઈ જાય, જુઓ વાઈરલ વીડિયો…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button