પ્રભાસ બાદ હવે Kattappa બનશે Salman Khanના મામા? શું છે સત્ય?

પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાલા અને બોલીવૂડના સુપર સ્ટાર સલમાન ખાન સ્ટારર (Bollywood Superstar Salman Khan) અને ડિરેક્ટર એઆર મુરીગડોસની એક સાથે આવશે એ જાહેરાત દર્શકો વચ્ચે પહેલાંથી જ ઉત્સાહ ભરી દીધો છે અને હવે તેમના ઉત્સાહમાં વધારો કરનારા સમાચાર આવી રહ્યા છે, કારણ કે હજી એક વધુ સુપરસ્ટાર આ ફિલ્મનો હિસ્સો બનવા જઈ રહ્યા છે. જી હા, આ ફિલ્મમાં બાહુબલિના સ્ટાર કટપ્પાની એન્ટ્રી થવા જઈ રહી છે.
જી હા, સાઉથના સુપરસ્ટાર સત્યરાજ પણ હવે ફિલ્મ સિકંદરનો ભાગ બનવા જઈ રહ્યા છે. ફેન્સ એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કે સત્યરાજની એન્ટ્રીથી આ પ્રોજેક્ટ એકદમ દમદાર બની જશે. અત્રે ઉલ્લેખનીય છે કે સાઉથની સુપર સ્ટાર અને નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાનું નામ પહેલાંથી જ આ ફિલ્મ સાથે જોડાયેલું છે. રશ્મિકા મંદાનાને સલમાનની અપોઝિટ કાસ્ટ કરવામાં આવી છે. ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે.
આ પણ વાંચો : સાત દિવસમાં રેકોર્ડ કમાણી કરી ‘કલ્કી 2898 AD’એ
હવે આ ફિલ્મમાં કટપ્પાથી રોલ કરનારા અભિનેતા સત્યરાજનું નામ ફિલ્મ સાથે જોડાતાં જ ફેન્સ એકદમ ઉત્સાહમાં આવી ગયા છે. એક્ટરે હાલમાં જ પ્રતિક બબ્બર સાથે ફિલ્મની શૂટિંગ પણ શરૂ કરી દીધી હોવાની માહિતી સામે આવી રહી છે. સત્યરાજે ફિલ્મોમાં અનેક અલગ અલગ ભૂમિકા ભજવી છે અને સિકંદરમાં પણ સલમાન ખાન સાથે સત્યરાજની જોડી જોવા માટે ફેન્સ એકદમ રોમાંચક રહેશે. પ્રોડક્શન હાઉસ દ્વારા સોશિયલ મીડિયા પર આ સમાચારની જાહેરાત કરવામાં આવી છે.
વાત કરીએ ફિલ્મ રિલીઝની જો 2025ની ઈદ પર રિલીઝ થશે. આ ફિલ્મ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે દર્શકોને આ ફિલ્મ જોતી વખતે ક્યારેય ના થયો હોય એવો અનુભવ થશે. આ ફિલ્મની બીટીએસ પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. સલમાન ખાનના ફેન પણ તેને જોવા માટે એકદમ ઉત્સુક છે, છેલ્લે સલમાન ખાન ફિલ્મ ટાઈગર થ્રીમાં જોવા મળ્યો હતો.