મનોરંજન

PM Modiની બાયોપિકનું નામ સાંભળી કટપ્પાને ગુસ્સો કેમ આવ્યો?

કટપ્પા (Katappa) નામ પડતા જે ચહેરો યાદ આવે તે અભિનેતા સત્યરાજ (Satyaraj) હાલમાં મીડિયાથી નારાજ છે. આ નારાજગીનું કારણ છે એક અફવા. સત્યરાજના નામે એક એવી અફવા ઊડી છે કે તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિકમાં મુખ્ય ભૂમિકા નિભાવવાના છે.

બાહુબલી (Bahubali)થી ઘરે ઘરે જાણીતા થયેલા સત્યરાજે એક ઈન્ટરવ્યુમાં આ નારાજગી દર્શાવતા કહ્યું હતું કે તેઓ પોતે પણ આવા સમાચારથી ચોંકી ગયા છે. આ ન્યૂઝ મારી માટે પણ એક ન્યૂઝ જ છે. પીએમ મોદી (PM Modi)ની ભૂમિકા ભજવવા માટે કોઈએ મારો સંપર્ક કર્યો નથી. લોકો સોશિયલ મીડિયા પર રેન્ડમ ન્યૂઝ ફેલાવતા રહે છે.

અફવાઓ ફેલાવવા માટે સોશિયલ મીડિયા જવાબદાર હોવાનું જણાવતા સત્યરાજે કહ્યું કે પહેલા અખબારોમાં આવી વાર્તાઓ છપાતી હતી કે યુવતીઓની હત્યા… શું તેની પાછળ કોઈ ગેરકાયદેસર સંબંધ છે? આવી જ રીતે સોશિયલ મીડિયા પણ હવે ખોટી ખબરો ફેલાવી રહ્યું છે.

સત્યરાજનું નારાજ થવાનું ખાસ કારણ એ છે કે તે પેરિયારનો ખુલ્લેઆમ સમર્થક છે, અને તેણે ઘણી વખત દાવો કર્યો છે કે તે પેરિયાર વિરોધી વિચારધારા ધરાવતી કોઈપણ ફિલ્મમાં કામ કરશે નહીં. રાજકીય રીતે, પેરિયારવાદ અને પીએમ મોદીની પાર્ટી ભાજપ એકબીજાથી અલગ વિચારધારા ધરાવે છે. તેથી સત્યરાજ મોદીની ભૂમિકા ભજવશે તે તેના ફેન્સ માટે આશ્ચર્યની વાત હતી.

સત્યરાજની ફિલ્મ વેપન 23 મેના રોજ રીલિઝ થશે. તેના ટ્રેલર બાદ ફેન્સ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button