શિરડીમાં સાંઈબાબાના દર્શન કરવા માટે કોની સાથે પહોંચી?, તસવીરો વાઈરલ
મુંબઈઃ બોલીવુડની જાણીતી અભિનેત્રી કેટરિના કૈફ ઘણી વાર તેના પરિવાર સાથે સમય પસાર કરતી જોવા મળે છે. ક્યારેક તેની ઝલક સોશિયલ મીડિયા પર પણ જોવા મળે છે.
વિક્કી કૌશલ અને કેટરિના મોટા ભાગના તહેવારો આખા પરિવાર સાથે ઉજવે છે અને તેના ફોટા પણ શેર કરે છે. કેટરીનાને તેની સાસુ વીણા કૌશલ સાથે સારું બને છે. તાજેતરમાં આ સાસુ- વહુની જોડી ફરવા ગઈ હતી.
આ પણ વાંચો: હવે વિકી કૌશલ અને કેટરિનાના ઝઘડા બહાર આવ્યા, જાણો શું છે મામલો?
તાજેતરમાં કેટરિના તેની સાસુ સાથે શિરડી સાંઈ બાબાના દર્શન કરવા ગઈ હતી. ત્યાંથી બંને પાછા આવી ગયા છે. પ્રવાસ દરમ્યાન કેટરીના તેની સાસુની ખાસ કાળજી લેતી જોવા મળી હતી. સાસુ અને વહુની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
કેટરિના કૈફ દર વખતે પોતાના ટ્રેડિશનલ લૂકથી બધાને પ્રભાવિત કરે છે. આ વખતે પણ તે સૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. કેટરીના સાથે તેની સાસુ પણ જોવા મળી હતી.
આ પણ વાંચો: હવે વિકી કૌશલ અને કેટરિનાના ઝઘડા બહાર આવ્યા, જાણો શું છે મામલો?
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કેટરિના કૈફ છેલ્લે વિજય સેતુપતિ સાથે મેરી ક્રિસમસમાં જોવા મળી હતી. હવે તેણે ડાયરેક્શન પર પોતાનો હાથ અજમાવ્યો છે. કેટરિનાએ સોશિયલ મીડિયા પર તેના ડાયરેક્શનનો એક વીડિયો પણ શેર કર્યો છે. ચાહકો આ વિશે વધુ વિગતો જાણવા માંગે છે.