મનોરંજન

પ્રેગનનેન્ટ છે કટરિના કૈફ? અનંત-રાધિકાના લગ્નમાં જોવા મળ્યો બેબી બમ્પ

મુંબઇઃ ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્નની ઉજવણીઓ ચાલુ છે. અનંત રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાઇ ગયો છે. આવી સ્થિતિમાં, આ બિગ ફેટ વેડિંગ (અનંત-રાધિકા વેડિંગ)નો ભાગ બનવા માટે ઘણી મોટી હસ્તીઓ આવી છે. ખાસ કરીને બોલિવૂડના તમામ સ્ટાર્સ અનંત- રાધિકાના વેડિંગ ફંક્શનમાં હાજરી આપતા જોવા મળે છે. આ દરમિયાન બી-ટાઉનની ચિકની ચમેલી એટલે કે કેટરીના કૈફ ચર્ચામાં આવી છે.

ટરિના તેના પતિ અને અભિનેતા વિકી કૌશલ સાથે લગ્નના ફંક્શનમાં આવી હતી. આ દરમિયાન અભિનેત્રી સાદી લાલ રંગની સાડીમાં સુંદર લાગી રહી હતી. કટરિનાએ અનકટ ડાયમંડ સેટ પહેર્યો હતો, જે તેના લુકમાં ચાર્મ ઉમેરી રહ્યો હતો, જ્યારે વિકી કૌશલ ક્રીમ કલરની શેરવાનીમાં જોવા મળ્યો હતો.

આ કપલનો વેડિંગ એન્ટ્રી સાથએ જોડાયેલો વીડિયો જોઇને કટરિના કૈફની પ્રેગનેન્સીની અફવા ફરી એક વાર તેજ થઇ ગઇ છે. આ વીડિયો જોયા બાદ નેટિઝન્સનું કહેવું છે કે હવે તો કટરિનાનો બેબી બમ્પ પણ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે.

વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘કેટનું બેબી બમ્પ દેખાઈ રહ્યું છે, ટૂંક સમયમાં સારા સમાચાર મળવાના છે.’, જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘કેટરિના ચોક્કસપણે પ્રેગ્નન્ટ છે, તેના ચહેરા પર ગ્લો દેખાઈ રહ્યો છે.’ આ સિવાય અન્ય એક યુઝરે લખ્યું, ‘મારું સીધુ ધ્યાન કેટરીનાના બેબી બમ્પ પર ગયું, વિકી કૌશલ હવે પિતા બનવા જઈ રહ્યો છે.’ એટલે કે ફેન્સ તેમની ફેવરિટ એક્ટ્રેસના સારા સમાચારની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કે આ સમાચાર અંગે હજુ સુધી કપલ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button