સાડીમાં સુંદર દેખાતી કેટરીનાના હાથ પરનો બ્લેક પેચ ચિંતા કરાવી ગયો ફેન્સને
કેટરીના કૈફ લગ્ન બાદ જાહેર જીવનમાં ઘણી ઓછી જોવા મળે છે. વિકી કૌશલ સાથે લગ્ન કર્યા બાદ કેટની એક જ ફિલ્મ મેરી ક્રિસમસ રિલીઝ થઈ છે. ત્યારબાદ તે ક્યારેક જ જોવા મળે છે. કેટ અને વિકીના વિદેશના અમુક વીડિયો વાયરલ થયા હતા અને ત્યારબાદ કેટ પ્રેગનન્ટ હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું હતું.
જોકે આજે કેટનો એક વીડિયો વાયરલ થયો છે. ઓરેન્જ અને પિંક ઝાય પડતી હોય તેવી સાડીમાં કેટ જાજરમાન લાગી રહી છે. તેણે ખૂબ જ હેવી સાડી અને તેની સાથે ગોલ્ડન જ્વેલરી મેચ કરી છે. બિંદી ને ચહેરા પર સ્માઈલ સાથે કેટ ખૂબ જ મનમોહક લાગે છે.
જોકે ફેન્સનું ધ્યાન કેટની બ્યુટી પરથી હટીને એક વસ્તુ પર અટક્યું છે. કેટરીનાના હાથ પર બાંધેલા કાળા રંગના પેચ પર સૌની નજર પડી છે. કેટના હાથ પર આ પેચ ક્લિયર દેખાઈ રહ્યો છે.
ફેન્સને ચિંતા થઈ રહી છે કે આ પેચ તેણે શા માટે પહેર્યો છે. એકનું કહેવાનું છે કે આ ડાયાબિટિસનો પેચ છે તો કોઈનું કહેવાનું છે કે આ શૂગર મોનિટરિંગ પેચ છે. લોકોના આવા રિએક્શનથી અન્ય યુઝર્સ પણ ચિંતામાં મૂકાયા છે અને કેટના સારા સ્વાસ્થ્યની કામના કરી રહ્યા છે.
આ પણ વાંચો : પોતાનાથી અડધી ઉંમરની અભિનેત્રી સાથે રોમાન્સ કરશે રણવીર સિંહ
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો મેરી ક્રિસમસમાં વિજય સેતુપતિ સાથે જોયા બાદ કેટની બીજી કોઈ ફિલ્મ હાલમાં ચાલી રહી નથી. કેટે ફરહાન અખ્તરની જી લે ઝરા સાઈન કરી છે, જેમાં તે પ્રિયંકા ચોપડા અને આલિયા ભટ્ટ સાથે જોવા મળશે.