મનોરંજન

અનંત-રાધિકાના સંગીતમાં કટરિના ગેરહાજર, પ્રેગ્નેન્સીની અફવા ચગી

ઘણીવાર એવું બને છે કે બોલિવૂડ સ્ટાર્સ વિશે વિવિધ પ્રકારની ચર્ચાઓ થતી રહે છે. હાલમાં અનંત-રાધિકાના લગ્ન ચર્ચામાં છે. તેમના દરેક પ્રસંગોમાં બી-ટાઉનના સ્ટાર્સે પણ ભાગ લીધો હતો. આ ઈવેન્ટમાં પેપ્સ કેમેરા દરેક પર નજર રાખી રહ્યા હતા. આ સમય દરમિયાન, જ્યારે પેપ્સ કેમેરાએ વિકી કૌશલને જોયો, ત્યારે તેણે તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું. જોકે આ દરમિયાન વિકી એકલો જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં લોકો પૂછવા લાગ્યા કે કેટરિના ક્યાં છે? આટલું જ નહીં, યુઝર્સે એવું પણ અનુમાન લગાવ્યું કે શું અભિનેત્રી ગર્ભવતી છે?

આ પણ વાંચો: અનંત-રાધિકાના સંગીત સમારોહમાં હાર્દિક પંડ્યા એકલો પહોંચ્યો, તો ચાહકો થયા દુઃખી!

શુક્રવારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સંગીત સેરેમની હતી. જે Jio વર્લ્ડ સેન્ટર ખાતે યોજાઈ હતી. આ દરમિયાન બોલિવૂડ, ક્રિકેટ અને ઈન્ડસ્ટ્રીના ઘણા સેલેબ્સ જોવા મળ્યા હતા. સલમાન ખાનથી લઈને આલિયા-રણબીર કપૂર પણ ઇવેન્ટમાં પહોંચ્યા હતા. પરંતુ વિકી કૌશલ એકલો જોવા મળ્યો હતો. ત્યારબાદ ફરી એકવાર કેટરિના કૈફની પ્રેગ્નન્સીની અફવાઓ ઉડવા લાગી હતી.

જોકે, કોઇ અફવા ફેલાય તે પહેલા જ વિકી કૌશલે તેની પત્ની માટે જવાબ આપી દીધો હતો. કેટરિના કૈફ અનંત-રાધિકાના ફંક્શનમાં કેમ ન ગઈ તેનું કારણ આપતા વિકીએ જણાવ્યું હતું કે કેટરિના કૈફ મુંબઈની બહાર છે. મતલબ કે કેટરિના કૈફ કામથી બહાર છે અને તેથી તે અંબાણી પરિવારના ફંક્શનમાં જોવા મળી ન હતી. વિકીની વાત સાંભળીને પેપ્સ વિખેરાઇ ગયા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button