મલાડના ટ્રાફિકથી એક દિવસમાં પરેશાન થઈ ગઈ આ અભિનેત્રી, વીડિયો વાયરલ

મુંબઈનું એવું એક પણ પરું નથી જ્યાં ટ્રાફિક ન હોય. શહેરમાં લોકલ ટ્રેન અને મેટ્રો, બેસ્ટ બસ જેવા જાહેર પરિવહનોની વ્યવસ્થા વચ્ચે પણ ખાનગી વાહનોથી રસ્તા આખો દિવસ અને મોડી રાત સુધી પેક હોય છે. તમને મુંબઈમાં વહેલી સવારે 5 વાગ્યે કે મોડી રાત્રે બે વાગ્યે પણ ટ્રાફિક મળી શકે છે. ટ્રાફિકમાં ફસાવું કે મોડું પડવું મુંબઈગરાઓ માટે રોજબરોજના રૂટિનનો એક ભાગ છે.
જોકે 15 ઑગસ્ટના રોજ રજા હોવાથી ટ્રાફિક થોડો ઓછો હશે અથવા તો અંધેરીમાં રહેતા ફિલ્મી સ્ટાર્સને આખા મુંબઈમાં કેવી હાલત છે તે ખબર હોતી નથી, તેવું જ કંઈક અભિનેત્રી અને કોમેડિયન ક્રિષ્ણાની પત્ની કાશ્મીરા સાથે થયું છે. કાશ્મીરા મલાડના ટ્રાફિકમાં ફસાઈ ગઈ અને અડધી કલાક તેની ફોર વ્હીલરમાં જ બેસી રહેવું પડયું.
કાશ્મીરાએ ઈન્સ્ટા પર વીડિયો પોસ્ટ કર્યો જેમાં તેણે કહ્યું કે હુ કેટલા સમય બાદ મલાડ આવી છે. મિથ ચૌકી પાસે અડધી કલાકથી ટ્રાફિકમાં ફસાઈ છું. મારી કાર દસ ઈંચ પણ હલી નથી. મલાડમાં આટલા બધા લોકો ફીટ કઈ રીતે થાય છે.
નેટિઝન્સે પણ તેનાં વીડિયો પર રિએક્ટ કરતા કહ્યું છે કે અડધું મુંબઈ તો મલાડમાં જ રહે છે, તો કોઈએ વળી કહ્યું છે કે અડધી કલાકમાં દસ ઈંચ તો સારો સ્કોર કહેવાય.
ખરી વાત તો એ છે કે શહેરમાં ખાનગી વાહનો અને ખાસ કરીને મોટો વર્ગ ફોર વ્હીલરમાં ટ્રાવેલ કરી રહ્યો છે. મુંબઈની વસ્તી અને તેની સાથે વધતા વાહનો એક ખૂબ જ મોટો પડકાર છે. જોકે માત્ર મુંબઈ નહીં મોટાભાગના શહેરોમાં ટ્રાફિકજેમ બહુ મોટી સમસ્યા છે.
આપણ વાંચો: વર્ષો પહેલાના વીડિયોથી મૃણાલ પરેશાનઃ બિપાશાની બૉડી શેમ મામલે કરવી પડી સ્પષ્ટતા