17 વર્ષે મળ્યા મિ.બજાજ અને પ્રેરણા, રોનિત રોય અને શ્વેતા તિવારીનો રોમાન્સ જોઈ સેલેબ્સ પણ ચોંક્યા… | મુંબઈ સમાચાર
મનોરંજન

17 વર્ષે મળ્યા મિ.બજાજ અને પ્રેરણા, રોનિત રોય અને શ્વેતા તિવારીનો રોમાન્સ જોઈ સેલેબ્સ પણ ચોંક્યા…

શ્વેતા તિવારીની ગણતરી ટચૂકડાં પડદાની એક મોસ્ટ બ્યુટીફૂલ અને ટેલેન્ટેડ એક્ટ્રેસ તરીકે કરવામાં આવે છે અને એમાં પણ શ્વેતા તિવારીએ કરેલી ટીવી સિરીયલ કસૌટી ઝિંદગી કીને તો દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી.

આ ટીવી સિરીયલમાં શ્વેતા તિવારી (પ્રેરણા)એ રોનિત રોય (મિ.બજાજ) અને સિઝેન ખાન (અનુરાગ બસુ) સાથે કામ કર્યું હતું અને બંને સાથે શ્વેતા તિવારીની કેમેસ્ટ્રીને ખૂબ જ પસંદ કરી હતી. હવે 17 વર્ષ બાદ પ્રેરણા અને મિ.બજાજ સાથે જોવા મળ્યા હતા અને આ સમયે પણ તેમની દમદાર કેમેસ્ટ્રી જોવા મળી હતી. ફેન્સ અને સેલિબ્રિટી પણ આ બંનેની કેમેસ્ટ્રી જોઈને ચોંકી ઉઠ્યા હતા.

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો વીડિયો સ્ટાર પરિવાર એવોર્ડ્સની હાલમાં 25મી એનિવર્સરીનો છે અને આ સમયે શ્વેતા અને રોનિતે કસૌટી ઝિંદકીની યાદો તાજી કરી હતી. શ્વેતા અને રોનિતે સિરીયલના ટાઈટલ ટ્રેક ‘ચાહત કે સફર મેં…’ પર એક રોમેન્ટિક પર્ફોર્મન્સ આપ્યું હતું. આ પર્ફોર્મન્સ જોઈને સેલિબ્રિટીઝે ઊભા થઈને તાળીઓ પાડી હતી અને આ સમયે બધા ખુશ થઈ ગયા હતા.

આપણ વાંચો: શ્વેતા તિવારી VS શ્વેતા ત્રિપાઠી: આ બે સુંદરીમાં કોણ છે સૌથી વધુ ગ્લેમરસ?

17 વર્ષ બાદ રોનિત રોય અને શ્વેતા તિવારીનું આ રિયુનિયન જોઈને ફેન્સ અને સેલેબ્સની ખુશીનો પાર નહોતો રહ્યો. રેડ કલરના ડ્રેસમાં શ્વેરા ગોર્જિયસ લાગી રહી હતી અને રોનિત રોયે હાઈ નેક આઉટફિટ પહેર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે. બંનેને સાથે જોઈને સેલેબ્સ અને ફેન્સને મિસ્ટર બજાજ અને પ્રેરણાની યાદ આવી ગઈ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ટીવી સિરીયલ કસૌટી ઝિંદગી કી 2001માં ઓન એર થઈ હતી અને સાત વર્ષ બાદ એટલે કે 2008માં તેનો છેલ્લો એપિસોડ ઓન એર થયો હતો. એક્તા કપૂરે આ ટીવી સિરીયલનું નિર્માણ કર્યું હતું અને એ સમયે આ ટીવી સિરીયલ ટીઆરપી ચાર્ટમાં નંબર વન પોઝિશન પર હતી. આ જ ટીવી સિરીયલને કારણે ટીવી ઈન્ડસ્ટ્રીને એક શાનદાર વિલન કોમોલિકાની ભેટ આપી હતી. આ રોલ ઉર્વશી ઢોલકિયાએ નિભાવ્યો હતો.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button