કાર્તિક આર્યને કોલ્ડપ્લે કોન્સર્ટમાં કોની સાથે કરી 'ચિટિંગ'?, ફેન્સે કહ્યું…

કાર્તિક આર્યને કોલ્ડપ્લે કોન્સર્ટમાં કોની સાથે કરી ‘ચિટિંગ’?, ફેન્સે કહ્યું…

મુંબઈ: કોલ્ડપ્લે કોન્સર્ટમાં એસ્ટ્રોનોમર કંપનીના સીઈઓ એન્ડી બાયર્ન એચઆર હેડ ક્રિસ્ટિન કેબોટમાં એકસાથે જોવા મળ્યા હતા. જેનો વીડિયો વાયરલ થયો હતો. ત્યારબાદ આ વાયરલ વીડિયોને લઈને ભારતમાં પણ અનેક મીમ્સ બન્યા હતા. ત્યારે હવે આ વાયરલ વીડિયો જેવો જ અભિનેતા કાર્તિક આર્યનનો પણ વીડિયો વાયરલ થયો છે. જેમાં તે ચિટિંગ કરતો નજરે પડી રહ્યો છે.

કાર્તિક આર્યને કોની સાથે કરી ચિટિંગ?
અભિનેતા કાર્તિક આર્યને પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે કોલ્ડ પ્લે કોન્સર્ટમાં હોય તેવું લાગી રહ્યું છે. અચાનક તેની સામે કેમેરો આવી જાય છે. જેમાં તે ચોકલેટ ખાતે નજરે પડે છે. તેને જ્યારે ખબર પડે છે કે, તે ચોકલેટ ખાતો સૌને દેખાય રહ્યો છે. ત્યારે તે ચોકલેટ ફેંકીને ડમ્બલ્સ ઉઠાવીને કસરત કરવા માંડે છે. કાર્તિક આર્યન વીડિયોમાં પોતાના ડાયટ પ્લાન સાથે ચિટિંગ કરી રહ્યો હોય એવું દેખાઈ રહ્યું છે. આ વીડિયો દ્વારા કાર્તિક આર્યને કોલ્ડપ્લે કોન્સર્ટમાં થયેલી કપલ કોન્ટ્રોવર્સી પર કટાક્ષ પણ કર્યો છે.

કાર્તિક આર્યનના ફેન્સ અને ફોલોઅર્સે આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. એક ફેન્સે કોમેન્ટ બોક્સમાં લખ્યું કે, “કાર્તિક આર્યન પણ ક્યારેક-ક્યારેક ચોકલેટ ખાવાના હકદાર છે. ખાવા દો યાર.” બીજા એક ફેન્સે કોમેન્ટ કરતા લખ્યું કે, “અમે અમારા ફૂડી કાર્તિકને મિસ કરીએ છીએ.” કાર્તિક આર્યનના ક્રિએટિવ વીડિયોને લઈને એક ફેન્સે લખ્યું કે, “તમારી પાસે જ આવો આઇડિયા આવી શકે છે. તમે ઘણા ક્રિએટિવ છો.”

ઉલ્લેખનીય છે કે, કાર્તિક આર્યન ગયા વર્ષે ‘ભુલ ભુલૈયા 3″ ફિલ્મ આવી હતી. આગામી સમયમાં તે ‘તુ મેરી મેં તેરા મેં તેરા તુ મેરી’ અને ‘નાગજીલા’ ફિલ્મમાં નજરે પડશે.

આ પણ વાંચો…સાઉથની આ અભિનેત્રી બનશે કાર્તિક આર્યન અર્ધાંગિની? Upcoming ફિલ્મમાં સાથે કરી રહ્યા છે કામ…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button