કાર્તિક આર્યન અને ગ્રીક અભિનેત્રીના અફેરની ચર્ચા પર લાગ્યું પૂર્ણવિરામઃ અભિનેત્રીએ આપ્યો જવાબ…

મુંબઈઃ બૉલીવુડ સ્ટાર કાર્તિક આર્યન ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એલિજિબલ બેચલર ગણાય છે. ‘પ્યાર કા પંચનામા’ ફેમ એક્ટર ફરી એકવાર પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં છે. કાર્તિકે ગોવામાં વેકેશનની ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી.
આ દરમ્યાન ગ્રીસની હિરોઈન કરીના કુબુલિયુતે પણ આવી જ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી છે. ફોટોમાં ઘણી બધી સામ્યતા છે, તેથી ચર્ચા શરુ થઈ કે કાર્તિક અને કરીના રિલેશનમાં છે. હવે આ મુદ્દે કરીનાએ સ્પષ્ટતા કરી છે.
સોશિયલ મીડિયા પર ચાલતી ચર્ચા પર કરીનાએ કહ્યું, “હું એની ગર્લફ્રેન્ડ નથી, ચૂપ રહો.” આ સાથે આ ચર્ચા પર પૂર્ણવિરામ મુકાઈ ગયું કે બંને રિલેશનમાં છે. આ પહેલા કાર્તિકનું નામ સારા અલી ખાન, જાહ્નવી કપૂર, નુસરત ભરૂચા અને અનન્યા પાંડે સાથે જોડાયું હતું, પરંતુ કાર્તિકનું સોશિયલ મીડિયા સ્ટેટ્સ સિંગલ જ છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કાર્તિકની છેલ્લી ફિલ્મ ‘તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી ‘ ફ્લોપ થઈ ગઈ છે. ફિલ્મ રોમેન્ટિક કોમેડી છે, પરંતુ લોકોને ન તો ફિલ્મની વાર્તા પસંદ આવી અને ન તો કોમેડી.ફિલ્મ બોક્સ ઓફિસ પર એવો જાદુ ન ચલાવી શકી જેની અપેક્ષા હતી.
કાર્તિકની પાછલી ઘણી હિટ ફિલ્મો બાદ તેની આ ફ્લોપ ફિલ્મ ટૂંક સમયમાં જ ઓટિટિ પર આવશે. ફિલ્મમાં કાર્તિક સિવાય નીના ગુપ્તા,જેકી શ્રોફ અને ટીકુ તલસાણીયા મહત્વના રોલમાં છે.



