મનોરંજન

વર્ષોથી લોકો ખોટું નામ લે છે આ એક્ટ્રેસનું, આ છે સાચું નામ…

અમે અહીં વાત કરી રહ્યા છીએ બોલીવુડની મોસ્ટ બ્યુટીફુલ અને ગોર્જીયસ લાગતી Actress Karishma Kapoorની. હવે તમને થશે કે આવું કઈ રીતે શક્ય છે? Karishma Kapoorનું નામ તો Karsihma Kapoor જ છે, એમાં વળી ખોટું શું છે? જો આ નામ ખોટું છે તો એક્ટ્રેસનું સાચું નામ શું છે વગેરે વગેરે… થોડા ધીરા પડો ભૈસાબ, અમે તમને એ વિશે જ જણાવવા જઈ રહ્યા છીએ. ખુદ Karishma Kapoorએ આ વાતનો ખુલાસો કર્યો હતો.

ચાલો જોઈએ આખરે શું છે Karishma Kapoorનું સાચું નામ? મળી રહેલી માહિતી પ્રમાણે હાલમાં જ એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલી Karihsma Kapoorએ આ વાતનો ખુલાસો કરતા જણાવ્યું હતું કે લોકો વર્ષોથી મારૂ નામ ખોટું લઈ રહ્યા છે. તેણે કરેલા આ ખુલાસાથી ત્યાં હાજર બોલીવુડના એક્ટર Pankaj Tripathi પણ ચોંકી ઉઠ્યા હતા.

આ વિશે વાત કરતા કરિશ્મા કપૂરે જણાવ્યું હતું કે લોકો મારૂ નામ વર્ષોથી ખોટી રીતે ઉચ્ચારી રહ્યા છે. મારા નામનું સાચું ઉચ્ચારણ નામ કરિઝ્મા (charsima) છે નહીં કે કરિશ્મા (Miracle). આ ખુલાસો સાંભળીને ત્યાં હાજર પંકજ ત્રિપાઠી પણ ચોંકી ઉઠ્યા હતા. તેમણે કહ્યું હતું કે હું પણ અત્યાર સુધી કરિશ્માના નામનો ખોટો ઉચ્ચાર કરી રહ્યો હતો અને મને તો આજે જ ખબર પડી કે તેનું સાચું નામ આવું છે.

સારા અલી ખાને કરિશ્માની આ વાત સાંભળીને કહ્યું કે જો એવું હતું તો તમે અત્યાર સુધીમાં લોકોની ભૂલ કેમ ના સુધરી? જેના જવાબમાં કરિશ્માએ જણાવ્યું હતું કે હવે તો આ વાતને ખાસો એવો સમય થઈ ગયો છે અને હવે તો તમે મને પ્રેમથી કોઈ પણ નામે બોલાવી શકો છો. એટલું જ નહીં પણ કરિશ્માએ બ્રિટિશરો સાથેના પોતાના અનોખા કનેકશન વિશે પણ ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે મારી નાની બ્રિટિશર હતા અને એમનું નામ બાર્બરા હતું. હું અને કરીના બાળપણમાં એમની સાથે ક્લબ જતા હતા.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હાલમાં જ કરિશ્માની ફિલ્મ મર્ડર મુબારક ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે જેને દર્શકોને ખૂબ જ પસંદ કરી છે. આ ફિલ્મમાં તેની સાથે સારા અલી ખાન, વિજય વર્મા અને પંકજ ત્રિપાઠી જેવા સ્ટાર્સે પણ કામ કર્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button