તો શું હવે કરિશ્મા કપૂરની દીકરી પણ કરશે બોલીવૂડમાં પર્દાપણ
મુબઈ: કરિશ્મા કપૂરે 90ના દાયકામાં બોલિવૂડ ઈન્ડસ્ટ્રી પર રાજ કર્યું હતું. ટોપની અભિનેત્રીઓમાં તેની ગણતરી થતી હતી. તે સમયે ગોવિંદા જેવા સુપ સ્ટાર સાથે તેની જોડી જામતી હતી. લોલોની ફેન્સ ફોલોઈંગ આજે પણ એટલી જ છે. આજે પણ લોકો અભિનેત્રીને પરદા પર જોવાનું સપંદ કરે છે. જો કે કરિશ્મા કપૂર ભલે હવે ફિલ્મોમાં બહુ એક્ટિવ ન હોય, પરંતુ સોશિયલ મીડિયા પર તેની હાજરી જોવા મળે છે.
ત્યારે હાલમાં કરિશ્માની દીકરી સમાયરા કપૂર ખૂબજ ચર્ચામાં છે. સમાયરા કપૂર લોકપ્રિય સ્ટાર કિડ્સમાંની એક છે. જો કે સમાયરા હંમેશા એકદમ સિમ્પલ લુકમાં જ જોવા મળી છે પરંતુ હાલમાં તેની કેટલાક તસવીરો સોશિયલ મિડીયા પર વાઈરલ થઈ હતી જે જોઈને ફેન્સ કહી ઊઠ્યા કે આવનારા સમયમાં ઈન્ડસ્ટ્રીને નવી લોલો મળશે.
કરિશ્મા કપૂરની દીકરી સમાયરા 18 વર્ષની થઈ ગઈ છે અને અત્યારે તે તેની માતા જેટલી જ સુંદર દેખાય છે. સમાયરાની કેટલીક વાઈરલ થયેલી તસવીરોમાં જોઈ શકાય છે કે સમાયરા તેની માતા કરતા પણ ઊંચી અને સુંદર દેખાઇ રહી છે. માતા અને પુત્રી બંને કાળા રંગના ડ્રેસમાં સુંદર લાગી રહ્યાં છે. લોકો ખાસ કરીને સમાયરાને આ અવતારમાં જોઈને ચોંકી ઊઠ્યા હતા.
સોશિયલ મીડિયા યુઝર્સ સમાયરાના ફોટો પર ઘણી કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે કપૂર પરિવારની સૌથી સુંદર છોકરી છે આ. તો બીજા એક યુઝરે લખ્યું હતું કે આ ઇન્ડસ્ટ્રીની બીજી લોલો છે. તો વળી અન્ય એક યુઝરે લખ્યું હતું કે હવે તે હીરોઈન બનવા માટે તૈયાર છે. એક યુઝર્સની કમેન્ટે બધાનું ધ્યાન ખેંચ્યું હતું તેને લખ્યું હતું કે સમેયરાનો મેકઓવર થયો છે અને તે મેકઓવર બાદ ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.