મનોરંજન

નેવુંના દાયકાની આ અભિનેત્રી 50 વર્ષે પણ લાગે છે એકદમ ગ્લેમરસ, કોણ છે?

90ના દાયકાની બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી કરિશ્મા કપૂરે 17 વર્ષની ઉંમરે ‘પ્રેમ કૈદી’ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. ‘રાજા હિંદુસ્તાની’, ‘દિલ તો પાગલ હૈ’ અને ‘બીવી નંબર 1’ જેવી હિટ ફિલ્મોથી તેમણે દર્શકોના દિલ જીત્યા. હવે 50 વર્ષની ઉંમરે પણ કરિશ્મા તેમના ગ્લેમર અને ફિટનેસથી યુવા અભિનેત્રીઓને ટક્કર આપે છે. તાજેતરમાં સોનમ કપૂરની બર્થડે પાર્ટીમાં તેમના લુક આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

9 જૂન, 2025ના રોજ સોનમ કપૂરની બર્થડે પાર્ટીમાં કરિશ્મા કપૂર બ્લેક ડ્રેસમાં જોવા મળી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. ચહેરા પર ઉંમરને લઈ થતા ફેરફારથી કેટલાક ચાહકો નિરાશ થયા, જ્યારે અન્યએ કરિશ્માની નેચરલ બ્યૂટીની પ્રશંસા કરી. એક યુઝરે બોલિવૂડ 90ની લોલો અને નોન પ્લાસ્ટિક બ્યૂટી કહી વખાણ પણ કર્યા.

Yogen Shah

જ્યારે અન્ય એક યુઝરે કરિશ્માની બ્યૂટીને બોટોક્સ કે સર્જરીની જરૂર ન હોવાનું પણ કહ્યું. જ્યારે બીજી બાજું ઘણા લોકો તેમણે પહેલા જેવા ન હોવાનું પણ કહ્યું. આમ 90ના દાયકાની હિરોઈના લૂકે સોનમ કપૂરની બર્થડે પાર્ટીમાં લોકોનું ધ્યાન આકર્ષીત કર્યું હતું.

જણાવી દઈએ કે, કરિશ્મા કપૂરે 2003માં લગ્ન બાદ ફિલ્મોમાંથી બ્રેક લીધો, પરંતુ તેઓ ‘મેન્ટલ’ (2010) અને ઓટીટી પ્લેટફોર્મ પર ‘મેન્ટલહૂડ’ (2020) જેવા પ્રોજેક્ટ્સમાં એક્ટિવ જોવા મળ્યા હતા. તેમની ફિટનેસ અને ગ્લેમર 50ની ઉંમરે પણ ચર્ચામાં રહે છે.

સોનમની પાર્ટીમાં તેમનો બ્લેક ડ્રેસ લુક સિમ્પલ છતાં એલિગન્ટ હતો, જે બતાવે છે કે તેમનો ચાર્મ આજે પણ કાયમ છે. ચાહકોની પ્રતિક્રિયાઓએ બતાવ્યું કે કરિશ્મા આજે પણ ‘લોલો’ તરીકે લોકોના દિલમાં જીવંત છે, અને તેમની નેચરલ બ્યૂટી બોલિવૂડમાં અલગ ઓળખ ધરાવે છે. આ ઘટનાએ 90ના દાયકાની આ ડિવાને ફરી એકવાર ચર્ચામાં લાવી, જે દર્શાવે છે કે તેમની લોકપ્રિયતા હવે પણ અકબંધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button