મનોરંજન

બ્લેક મેજિક કરીને ફેન્સને મોહિત કર્યા આ ગુજ્જુ ગર્લે…

ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોય કે ટીવી ઈન્ડસ્ટ્રી હોય… એક્ટર-એક્ટ્રેસ પોતાના ફેન્સ સાથે કનેક્ટેડ રહેવા માટે સોશિયલ મીડિયાનો સહારો લે છે. હાલમાં જ ટીવી ઈન્ડસ્ટ્રીની ગુજરાતી ગર્લ એક્ટ્રેસે બ્લેક આઉટફિટમાં કાતિલાના પોઝ આપીને ફેન્સને ઘાયલ કરી દીધા હતા. એક્ટ્રેસના ફોટો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યા છે. આવો જોઈએ કોણ છે આ એક્ટ્રેસ અને શું છે તેના લૂકમાં ખાસ…

કરિશ્મા તન્ના ટીવી ઈન્ડસ્ટ્રીની એક જાણીતી અને ટેલેન્ટેડ એક્ટ્રેસ છે અને તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. હાલમાં જ કરિશ્મા તન્નાએ બ્લેક આઉટફિટમાં પોતાના સુંદર ફોટો શેર કર્યા છે. શુક્રવારે કરિશ્માએ શેર કરેલાં ફોટોમાં તે ખૂબ જ બ્યુટીફૂલ લાગી રહી છે. આ સુંદર અને બોલ્ડ ફોટો સાથે કરિશ્માએ કાતિલાના પોઝ પણ આપ્યા છે.

કરિશ્મા હાલમાં બેંકોકમાં છે અને તે ત્યાંથી પોતાના ફેન્સ સાથે સતત ફોટોઝ અને અપડેટ્સ શેર કરતી રહે છે. કરિશ્માએ બ્લેક મિની ડ્રેસમાં પોતાનું કર્વી ફિગર બ્યુટીફૂલ ફ્લોન્ટ કર્યું હતું. પોતાનો આ લૂક કમ્પલિટ કરવા માટે કરિશ્માએ વ્હાઈટ પર્લની જ્વેલરી અને વ્હાઈટ ફૂટવેરની મદદ લીધી હતી.

કરિશ્માએ પોતાની કમાલની ડ્રેસિંગ સેન્સથી ફેન્સના દિલ જિતી લીધા હતા. ફેન્સ લાઈક્સ અને કમેન્ટ કરીને તેના પર વ્હાલ વરસાવી રહ્યા છે. એક યુઝરે આ ફોટો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે જ્યાં સુંદરતા અને ટેલેન્ટ બંને સાથે જોવા મળી જાય એ જ કરિશ્મા છે. બીજા એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું હતું કે તમારી વાઈબ્ઝ ખૂબ જ પોઝિટિવ રહી છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કરિશ્માએ બિગ બોસ, ખતરોં ખિલાડી જેવા રિયાલિટી ટીવી શોની સાથે સાથે વેબ સિરીઝ અને ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તમે પણ કરિશ્માના વાઈરલ ફોટો ના જોયા હોય તો અત્યાર જ જોઈ લો…

આપણ વાંચો : અવનીત કૌરની ગ્લેમરસ તસવીરો વાયરલ, યૂઝરે લખ્યું હવે વિરાટ લાઈક નહીં કરે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button