અરબપતિ હતા કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂર, જાણો પોતાની પાછળ છોડી ગયા છે કેટલી સંપત્તિ

મુંબઈ: 12 જૂને 2025ના રોજ પોલો રમતી વખતે કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરને હાર્ટ એટેક આવ્યો હતો. તેઓની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી, પરંતુ તેઓનું નિધન થયું હતું. તેઓ પોતાની પાછળ કરોડો રૂપિયાની સંપત્તિ છોડીને ગયા છે. આવો તેના વિશે જાણીએ.
અનેક પ્રીમિયમ સંપત્તિના માલિક હતા સંજય કપૂર
સંજય કપૂરની ગણના ભારતના સૌથી સફળ બિઝનેસ લીડર્સમાં કરવામાં આવતી હતી. તેમની પાસે લંડન, દિલ્હી અને મુંબઈમાં ઘણી પ્રીમિયમ સંપત્તિ હતી. સંજય કપૂરને સોના કોમસ્ટારના શેરહોલ્ડિંગ સિવાય રિયલ એસ્ટેટમાંથી પણ પૈસાની કમાણી થતી હતી. તેઓનું ટેક અને મેન્યુફૈક્ચરિંગ સ્ટાર્ટઅપ્સમાં પણ રોકાણ હતું. આ સિવાય તેઓના યુકે, જર્મની અને યુએસમાં આંતરરાષ્ટ્રીય બિઝનેસ ટાઈ-અપ્સ પણ હતા.
સંજય કપૂરની કુલ સંપત્તિ કેટલી
ફોર્બ્સ 2025ના આંકડાઓ પ્રમાણે સંજય કપૂરની નેટ વર્થ 1.1 બિલિયન યુએસ ડૉલર હતી. બ્લૂમબર્લ એસ્ટિમેટ દ્વારા તેમની નેટ વર્થ 1.15 બિલિયન યુએસ ડૉલર બતાવવામાં આવી છે. જ્યારે રીયલ-ટાઈમ બિલોનિઅર ઇન્ડેક્ષ મુજબ સંજય કપૂર 1.18 યુએસ ડૉલરના માલિક હતા.
ઉલ્લેખનીય છે કે, સંજય કપૂર સોના કોમસ્ટારના ચેરમેન હતા. તેઓને ઓટોમોટિવ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગનો બિઝનેસ હતો. તેઓનું બિઝનેસ મોડલ ઇલેક્ટ્રિક વાહન, પાવરટ્રેન અને ગિયર સિસ્ટમ જેવી એડવાન્સ ઓટોમોટિવ ટેક્નોલોજી પર આધારિત હતું. તેઓ એસીએમએના પૂર્વ અધ્યક્ષ પણ રહી ચૂક્યા હતા. આ સિવાય તેઓ ધ ડૂન સ્કૂલના ટ્રસ્ટી પણ હતા.
આ પણ વાંચો…શું સંજય કપૂરને મોતનો અણસાર આવી ગયો હતો?