મનોરંજન

50 વર્ષેય 30ની ઉંમરની દેખાય છે આ Bollywood Actress, Bachchan Family સાથે હતું ખાસ કનેક્શન…

બોલીવૂડ એક્ટ્રેસ કરિશ્મા કપૂર આજે એટલે કે 25મી જૂનના પોતાનો 50મો જન્મદિવસ (Bollywood Actress Karisma Kapoor Celebreting 50th Birthday Today) ઊજવી રહી છે. આજના સ્પેશિયલ ડે પર કરિશ્માની બહેન અને બોસીવૂડ એક્ટ્રેસ કરિના કપૂર (Bollywood Actress Kareena Kapoor)એ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને બહેન પર પ્રેમની વર્ષા કરી છે. આ વીડિયોમાં સિસ્ટર ટ્વીનિંગ, વેકેશન ફોટો અને કરિશ્માના બાળપણથી લઈને અત્યાર સુધીની જર્નીને દેખાડવામાં આવી છે.

કરિના કપૂરે વીડિયો શેર કરીને લખ્યું હતું કે મારી અલ્ટીમેટ હીરો હેપ્પી બર્થડે… 50નો અર્થ થાય છે 30 વર્ષની યુવકી. બિગ બ્રેકફાસ્ટ, ઘણી બધી કોફી, સરસમજાની બેગ, મારી સાથે લાંબી વાતચીત, લાફ્ટર, ડાન્સ, અને ચાઈનીઝ ફૂડ… હંમેશા પોતાના બે સંતાનો સાથે રહેવું. હું આ જ કામના કરું છું આજે તારા માટે… લોલો કા બર્થડે…

આ સિવાય કરિશ્માની બેસ્ટ ફ્રેન્ડ અમૃતા અરોરા (Amruta Arora)એ પણ કરિશ્મા જન્મદિવસે એના અનસીન ફોટો શેર કર્યા હતા અને ફોટોમાં તેમની સાથે મલાઈકા અરોરા (Malaika Arora) પણ જોવા મળી રહી છે. આ ફોટો સાથે તેણે કરિશ્મા માટે એક ક્યુટ નોટ પણ પોસ્ટ કરી છે.

જેમાં તેણે લખ્યું છે કે અમારી વ્હાલી લોલો, તું 50ની ઉંમરને પણ ખુબસુરત બનાવી દે છે ગર્લ… જન્મદિવસની શુભકામના. લવ યુ સો મચ. કરિના અને અમૃતા સિવાય મલાઈકાએ પણ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ગર્લ્સ ગેંગના ફોટો શેર કર્યા છે અને બર્થડે વિશ કર્યું છે.

કરિશ્માની પર્સનલ લાઈફ વિશે વાત કરીએ તો 29મી ડિસેમ્બર, 2023ના તેણે બિઝનેસન સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેને એક દીકરો અને એક દીકરી છે. જોકે, બાદમાં મેરિડ લાઈફમાં પ્રોબ્લેમ આવતા આખરે 2016માં બંને જણ અલગ થઈ ગયા. સંજય કપૂર સાથે લગ્ન પહેલાં કરિશ્મા કપૂરની અભિષેક બચ્ચન સાથે સગાઈ થઈ ગઈ હતી, પણ કોઈ કારણસર આ સંબંધ આગળ વધી શક્યો નહોતો.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો થોડાક સમય પહેલાં જ કરિશ્મા કપૂર મિસ્ટ્રી થ્રિલર ફિલ્મ મર્ડર મુબારક (Karisma Kapoor In Mystry Thriller Film Murder Mubaraq)માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે પંકજ ત્રિપાઠી, સારા અલી ખાન, વિજય વર્મા, ડિમ્પલ કાપડિયા, સંજય કપૂર અને ટિસ્કા ચોપ્રા પણ જોવા મળ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે