મનોરંજન

5 કરોડમાં બનેલી આ ફિલ્મે કરિશ્મા કપૂરને બનાવી સુપરસ્ટાર, બોક્સ ઓફિસ પર કર્યો હતો 76 કરોડનો વેપાર…

મુંબઈઃ આજે કરિશ્મા કપૂરનો 51મો જન્મ દિવસ ઉજવી રહી છે. કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું થોડા દિવસ પહેલા જ નિધન થયું છે. સંજય કપૂરના નિધન બાદ કરિશ્મા કપૂર ચર્ચાનું કેન્દ્ર બની છે. સંજય કપૂરના અંતિર સંસ્કારમાં કરિશ્મા કપૂર તેના બાળકો સાથે ગઈ હતી. એક સમય હતો જ્યારે કરિશ્મા કપૂર બોલિવુડ ફિલ્મોમાં રાજ કરતી હતી. લગ્ન કર્યા બાદ તેણે ફિલ્મોમાં કરવાનું છોડી દીધું હતું. જો કે, લગ્નના થોડી વર્ષો પછી ફરી ફિલ્મમાં કામ કરવાનું શરૂ કર્યું પરંતુ ખાસ સફળતા મળી નહોતી. પરંતુ શરૂઆતમાં કરિશ્મા કપૂરની ફિલ્મો બોક્સ ઓફિસ પર ધૂમ મચાવતી હતી.

કપૂર ખાનદાનમાંથી ફિલ્મોમાં કામ કરનારી પહેલી મહિલા
કરિશ્મા કપૂરનો જન્મ 25મી જૂન 1974માં મુંબઈમાં થયો હતો. કરિશ્મા કપૂર તેના પરિવારની પહેલી એવી છોકરી હતી જેણે ઘરથી બહાર નીકળીને એક્ટિંગની દુનિયામાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તે પહેલા કપૂર પરિવારની દીકરીઓ અને પત્નીઓ ફિલ્મી દુનિયાથી દૂર રહેતી હતી. આ જ કારણ હતું કે કપૂર પરિવારના પુત્રો સાથે લગ્ન કર્યા પછી નીતુ કપૂર અને બબીતા ​​કપૂરે પણ ફિલ્મોથી દૂરી બનાવી લીધી. પરંતુ કરિશ્મા કપૂરે ફિલ્મોમાં કામ કરીને સારી એવી ઓળખ બનાવી લીધી છે.

karishma kapoor prem qaidi

કરિશ્મા કપૂરની ફિલ્મોની વાત કરવામાં આવે તો,
કરિશ્માએ માત્ર 16 વર્ષની ઉંમરે ‘પ્રેમ કૈદી’ ફિલ્મમાં કામ કર્યું હતું. આ ફિલ્મ 1992માં રિલીઝ થઈ હતી. ત્યારબાદ તે પોલીસ ઓફિસર, જીગર અને અનાડી જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. 1994માં રિલીઝ થયેલી ‘રાજા બાબુ’ અને ‘સુહાગ’ જેવી ફિલ્મો પછી તેની કારકિર્દીને વેગ મળ્યો હતો. એક ફિલ્મ એવી છે જેણે કરિશ્માને થોડા જ સમયમાં સ્ટારડમની ટોચ પર પહોંચાડી દીધી હતી. આ ફિલ્મ ‘રાજા હિન્દુસ્તાની’ છે, જે 1996માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં કરિશ્મા આમિર ખાન સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી અને 5 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 76 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જે તેની સૌથી સફળ ફિલ્મ માનવામાં આવે છે.

karishma kapoor raja hindustani

રાજા હિન્દુસ્તાની ફિલ્મે કરિશ્માને સુપરસ્ટાર બનાવી દીધી
રાજા હિન્દુસ્તાની ફિલ્મે કરિશ્મા કપૂરને 90ના દશકમાં સુપરસ્ટાર બનાવી દીધી હતી. મહત્વની વાત એ છે કે, આ ફિલ્મને જુહી ચાવલા અને મનીષા કોઈરાલા જેવી અભિનેત્રીઓએ નકારી કાઢી હતી. જુહી, ઐશ્વર્યા અને મનીષાએ ના પાડી દીધા પછી આ ફિલ્મ કરિશ્માને ઓફર કરવામાં આવી અને તેણે આ ફિલ્મ સાઇન કરી જે તેના કરિયર માટે એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. આ ફિલ્મમાં આરતી સહગલની ભૂમિકા માટે તેણે શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ પણ જીત્યો. રાજા હિન્દુસ્તાની ફિલ્મ બાદ કરિશ્મા કપૂરે બીવી નંબર 1, હસીના માન જાયેગી, દિલ તો પાગલ હે, હિરો નંબર 1, હમ સાથ સાથ હે જેવી અનેક બ્લોકબસ્ટ ફિલ્મો આપી છે. છેલ્લી વખત કરિશ્મા કપૂર મર્ડર મુબારકમાં જોવા મળી હતી.

આપણ વાંચો :અરબપતિ હતા કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂર, જાણો પોતાની પાછળ છોડી ગયા છે કેટલી સંપત્તિ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button