મનોરંજન

મેરેજ, ડિવોર્સ પર કરીના કપૂરે કરી ક્રિપ્ટીક પોસ્ટ તો લોકો…

સૈફ અલી ખાન પર 16મી જાન્યુઆરીએ હુમલો થયા બાદ ખાન પરિવાર આ દુસ્વપ્ન જેવી ઘટનામાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કરીના કપૂર સોશિયલ મીડિયા પર પણ ઓછી જોવા મળે છે. તે જાહેર સ્થળોએ પણ હવે ઓછી જોવા મળે છે. સૈફ અને કરીનાએ પાપારાઝીઓને વિનંતી કરી છે કે તેઓના બાળકોના ફોટા પણ ક્લિક ના કરે .આ ઘટનાને 24 દિવસ વીતી ગયા છે અને હવે કરીનાએ એવી પોસ્ટ કરી છે જેનો લોકો જુદા જુદા અર્થ તારવી રહ્યા છે.

શું હતી ઘટના?:-
નોંધનીય છે કે 16 જાન્યુઆરીના રોજ એક અજાણી વ્યક્તિએ સેફ અલી ખાનના ઘરમાં ઘૂસીને તેના પર છરીથી હુમલો કર્યો હતો જેમાં સેફ ગંભીર રીતે ઘવાયો હતો અને તેને તુરંત હૉસ્પિટલમાં દાખલ થઇ સર્જરી કરાવવાની જરૂર પડી હતી. હવે સૈફ સંપૂર્ણપણે સ્વસ્થ છે. આ ઘટના બાદ તેની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને આરોપીની પણ ધરપકડ કરી રહી કરી લેવામાં આવી છે, પણ કરીના દ્વારા જે પોસ્ટ શેર કરવામાં આવી છે તેને લોકો આ ઘટના સાથે જોડીને જોઈ રહ્યા છે.

કરીનાએ શું લખ્યું છે?:-
કરીના કપૂરે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે લગ્ન, ડિવોર્સ, ડિપ્રેશન, બાળકોનો જન્મ, પ્રિય વ્યક્તિનું મૃત્યુ, કે પેરેન્ટિંગ એવી વસ્તુ છે જે જ્યાં સુધી આપણા પર વીતે નહીં ત્યાં સુધી આપણે સમજી શકતા નથી. આપણે આપણી જાતને બીજા કરતા વધુ હોશિયાર માનીએ છીએ પરંતુ જ્યારે આપણો વારો આવે છે ત્યારે જિંદગી આપણને નમ્ર બનાવી દે છે.

Also read: કરીનાના ક્યૂટ તૈમૂરે નાનીને આ રીતે કહ્યું Happy Birthday

કરીનાની આ પોસ્ટ વાયરલ થયા બાદ લોકો જાતજાતના તર્કવિતર્ક કરી રહ્યા છે લોકો આ વિશે જે મનઘડત વાર્તાઓ બનાવી રહ્યા છે તેનો કરીને જવાબ આપ્યો છે, એમ લોકોને લાગે છે. આ પહેલા પણ કરીનાએ એક પોસ્ટ કરીને બધાને વિનંતી કરી હતી કે તેઓ પરિવારને પ્રાઇવસી આપે અને તેમના પરિવારને થોડો સમય શાંતિથી રહેવા દે. સૈફ પરના હુમલાની ઘટના દરમિયાન કરીના પર પણ ઘણા સવાલ ઊભા થયા હતા. લોકો કહી રહ્યા હતા કે આ હુમલો થયો ત્યારે કરીના ક્યાં હતી અને તે પતિને કેમ હોસ્પિટલ ના લઇ ગઈ?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button