કોણ કહેશે કે તે 53 વર્ષનો છે? પતિ સાથે 10 વર્ષના તફાવત પર કરીનાએ કહ્યું કે…..

કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન બોલિવૂડના લોકપ્રિય સેલિબ્રિટી કપલ છે. લોકોને તેમની ઓન સ્ક્રીન અને ઑફ સ્ક્રીન કેમિસ્ટ્રી ઘણી જ પસંદ છે. જોકે, બંનેને તેમની વચ્ચેના ઉંમરના તફાવતને કારણે તેમને ઘણી વાર ટ્રોલ કરવામાં આવે છે. હવે આ મુદ્દે કરીના કપૂરે મૌન તોડ્યું છે.
તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં કરીનાએ તેના અને સૈફ વચ્ચેના સંબંધ વિશે વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે તેમને ઉંમરનો તફાવત જરાય નડતો નથી. બંને એકબીજાને પ્રેમ કરે છે. પરસ્પર આદરને મહત્વ આપે છે. એકબીજા સાથે સમય પસાર કરે છે. જ્યારે તેને ઉંમરના તફાવત વિશે પૂછવામાં આવ્યું ત્યારે કરીનાએ જણાવ્યું હતું કે સૈફ પહેલા કરતા વધારે હોટ છે. એને ખુશી છે કે એ સૈફ કરતા 10 વર્ષ નાની છે. તે 53 વર્ષનો છે, એમ કોઇ કહી શકશે નહીં, એટલો તે ફીટ છે.
આ પણ વાંચો: જ્યારે બોબી દેઓલની પત્નીએ કરીના કપૂરને મારી દીધી થપ્પડ…..
પોતાના આંતરજાતિય લગ્ન પર વાત કરતા કરીનાએ જણાવ્યું હતું કે તેઓ આંતરજાતિય લગ્ન વિશએ ચર્ચા કરવામાં ઘણો સમય બરબાદ કરે છે, પણ મોટી વાત એ છે કે અમે એકબીજાને પસંદ કરીએ છીએ અને એકબીજાની કંપની એન્જોય કરીએ છીએ. એની ઉંમર શું છે કે એનો ધર્મ શું છે એવી બધી બાબતોથી કોઇ ફરક નથી પડતો ્ને એ ચર્ચાનો વિષય પણ નથી.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કરીના છેલ્લે તબ્બુ, કૃતિ સેનોન સ્ટારર ક્રૂમાં જોવા મળી હતી. આ ફિલ્મ હીટ રહી હતી. હવે તે ટૂંક સમયમાં હંસલ મહેતાની ‘ધ બકિંગહામ મર્ડર્સ’માં જોવા મળશે. આ ફિલ્મ 13 સપ્ટેમ્બર, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.