
બોલીવૂડના અભિનેતા સૈફ અલી ખાન (Saif Ali Khan) પર 16મી જાન્યુઆરીના મધરાતે અજાણ્યા વ્યક્તિએ ઘરમાં ઘૂસીને હુમલો કરવામાં આવ્યો હતો. જોકે, આ હુમલામાં સૈફ અલી ખાન તો સાજો થઈને છઠ્ઠા દિવસે ઘરે પહોંચી ગયો છે, પરંતુ હવે કરિના કપૂર ખાન (Kareena Kapoor-Khan)એ એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. આવો જોઈએ શું છે આ નિર્ણય અને એની પરિવાર પર શું અસર જોવા મળશે એ.
Also read : આવા ફેન ક્યાં મળે…આ કારણે મેજિસ્ટ્રેટે શ્રીદેવીને કોર્ટમાં બોલાવી હતી
સૈફ અલી ખાન પર હુમલા બાદથી સૈફના ઘરની સિક્યોરિટી વધારી દેવામાં આવી છે અને આખો પરિવાર એલર્ટ રહે છે. હવે આ બધા વચ્ચે કરિના કપૂરે પોતાના સંતાનોની સુરક્ષાને લઈને એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. કરિનાએ પેપ્ઝને ખાસ રિક્વેસ્ટ કરી છે. એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર કરિના કપૂરની ટીમે મુંબઈના પેપ્ઝ સાથે એક મીટિંગ કરી છે, અને આ મીટિંગમાં તેમણે ફોટોગ્રાફર્સ અને પેપ્ઝને તૈમુર અને જેહના ફોટો ના ક્લિક કરવાની રિક્વેસ્ટ કરી છે.
આ સિવાય કરિનાએ પેપ્ઝને એવી રિક્વેસ્ટ પણ કરી છે કે પેપ્ઝ તેમના ઘરની બહાર પણ ના આવે, જેથી પરિવારની સિક્યોરિટી બ્રીચ થાય. સૈફ કે કરિના બિલકુલ નથી ઈચ્છતા તેમનો પરિવાર બીજી વખત મુશ્કેલીમાં મૂકાય કે સુરક્ષામાં કોઈ ખામી રહે અને કોઈ તેમના ઘરમાં ઘૂસે.
Also read : સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં પશ્ચિમ બંગાળની મહિલાની ધરપકડ
અહીંયા તમારી જાણ માટે કે 16મી જાન્યુઆરીના સૈફ અલી ખાનના ઘરે કોઈ અજાણ્યા શખ્સે ઘરમાં ઘૂસીને સૈફ પર હુમલો કર્યો હતો. આ હુમલાને કારણે સૈફ પર 6 વખત વાર કર્યા હતા અને સૈફને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સૈફ અલી ખાનને હોસ્પિટલમાંથી છ દિવસ બાદ રજા આપી દેવામાં આવી હતી. સૈફ પરના હુમલા બાદ સૈફને સિક્યોરિટી એજન્સી પણ બદલી નાખવામાં આવી છે.