મનોરંજન

આઈફા એવોર્ડમાં કરીના શાહિદ કપૂરને કેમ ઈગ્નોર કરી શકી નહીં, સુપરસિક્રેટ શું હતું?

જયપુરઃ ‘જબ વી મેટ’ની હીટ જોડી કરીના કપૂર અને શાહિદ કપૂરની ગણતરી એક સમયે બોલીવુડના સૌથી વધુ ચર્ચિત ‘લવ બર્ડ્સ’ તરીકે થતી હતી. બંને વર્ષો સુધી એકબીજાને ડેટ કરતા રહ્યા હતા, પરંતુ પછી ૨૦૦૬માં બંને અલગ થઈ ગયા. જોકે, બ્રેકઅપ બાદ શાહિદ કપૂર અને કરીના એકબીજાથી અંતર જાળવી રાખે છે, પરંતુ આઈફા ઈવેન્ટમાં બંને એકબીજાને ઈગ્નોર કરી શક્યા નહોતા.

બંને પબ્લિક ઈવેન્ટ્સમાં પણ એકબીજાને ઈગ્નોર કરે છે, પરંતુ હાલમાં જ જ્યારે આઈફામાં બંનેની મુલાકાત થઈ ત્યારે બંને એકબીજાને મળીને ખૂબ જ ખુશ હતા. કરીનાએ શાહિદને ગળે લગાવ્યો અને પછી તેની સાથે વાત પણ કરી. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં રહ્યો હતો, જેના પર હવે એક્ટરે પણ પ્રતિક્રિયા આપી છે.

Hey would Salman Khan's 'girlfriend' be Geet Kapoor from Jab We Met

શાહિદ કપૂરે કરીના સાથેની મુલાકાત પર મીડિયાને પ્રતિક્રિયા આપતા કહ્યું, આ કંઈ નવું નથી, અમે એકબીજાને મળતા રહીએ છીએ. આજે અમે સ્ટેજ પર મળ્યા છીએ અને અમે અલગ-અલગ પ્રસંગે મળતા રહીએ છીએ, પરંતુ અમારા માટે તે સંપૂર્ણપણે સામાન્ય બાબત છે. જો લોકોને તે ગમે છે, તો તે સારું છે.

આ પણ વાંચો: Box office collection: પહેલા દિવસે તો શાહિદ ખેંચી લાવ્યો દર્શકોને થિયેટરમાં પણ…

જોકે, આ અગાઉ સૈફ અલી ખાન પર હુમલો થયા પછી એક ઈવેન્ટમાં શાહિદ કપૂરને સવાલ કરવામાં આવ્યો ત્યારે વ્યથિત થઈને પણ પત્રકારને જોરદાર જવાબ આપ્યો હતો. પત્રકારે શાહિદને આડકતરી રીતે સવાલ કરતા કહ્યું હતું કે પરોક્ષ નહીં સીધી રીતે સવાલ પૂછો તો સન્માનજનક લાગે. હુમલાને દુખદ ગણાવીને તેને કહ્યું હતું કે અમે લોકો પણ ચિંતિત છીએ. મુંબઈ જેવા શહેરમાં આ પ્રકારના હુમલાને શાહિદે વખોડી નાખ્યો હતો. અફકોર્સ બંને અગાઉ એકબીજાને ડેટ કરી ચૂક્યા હતા. લગ્ન કરવાના હતા છતાં મિત્રો શાહિદ કપૂરના એ (સૈફ અલી ખાનના) જવાબની કરીના કપૂર એટલે મિસિસ ખાન પર અસર થઈ હોવી જોઈએ અને એટલે જ ઈવેન્ટમાં કરીના કપૂર શાહિદને ઈગ્નોર કરી શકી નહીં. કદાચ શાહિદ કપૂરના હ્યુમન બિહેવિયરથી અંજાઈને પણ શાહિદને હળમળીને એક દોસ્ત તરીકે મળી હોઈ શકે છે.

આ પણ વાંચો: IIFA Awards ના વિનર્સની આ છે યાદીઃ જાણો તમારી ફેવરીટ ફિલ્મને એવોર્ડ મળ્યો કે નહીં…

અહીં એ જણાવવાનું કે શાહિદ અને કરીનાએ શનિવારે આઈફા માટે પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી હતી, જ્યાં બંનેએ એકબીજાને ખૂબ જ પ્રેમથી શુભેચ્છા પાઠવી હતી. કરીના સ્ટેજ પર આવતા જ તેણે શાહિદને જોયો અને તેને હગ પણ કર્યું હતું. આ પછી, બેબો તેના મિત્ર કરણ જોહરને ખૂબ જ પ્રેમથી મળી અને પછી શાહિદ સાથે વાત કરતી જોવા મળી. વીડિયો જોઈને ચાહકોને ૨૦૦૭ની હીટ ફિલ્મ ‘જબ વી મેટ’ના આદિત્ય અને તેનું ગીત યાદ આવી ગયું હતું.

shahid kapoor and kareena kapoor khan reunite at iifa awards

તમને જણાવી દઈએ કે, ‘જબ વી મેટ’ સિવાય શાહિદ કપૂર અને કરીના કપૂરે ‘૩૬ ચાઈના ટાઉન’, ‘ચુપ ચૂપ કે’ અને ‘ફિદા’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે અને એક સમયે બંને એકબીજાને ડેટ કરતા હતા. શાહિદ અને કરીનાએ ૨૦૦૦ના દાયકાની શરૂઆતમાં ઘણા વર્ષો સુધી ડેટિંગ કર્યું હતું, પરંતુ જબ વી મેટની રિલીઝ પહેલા ૨૦૦૭માં અલગ થઈ ગયા હતા. બાદમાં તેમણે ૨૦૧૬માં ‘ઉડતા પંજાબ’માં કામ કર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button