ચાંદીની સાડી પહેરીને 44 વર્ષની આ હસીનાએ કહેર વરસાવ્યો, તમે પણ એક ઝલક જોઈ લેશો તો…
કરિના કપૂર-ખાન પોતાના સ્ટનિંગ લૂક્સને કારણે અવારનવાર સોશિયલ મીડિયા પર છવાયેલી રહી છે અને હવે તો તેની આગામી ફિલ્મ સિંઘમ અગેનને કારણે પણ લાઈમલાઈટમાં છે. આપણે બેબો લેડી સિંઘમ બનીને લોકોના દિલ જિતવા માટે તૈયાર છે. હાલમાં જ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. એક તરફ જ્યાં ટ્રેલર લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે તો બીજી બાજું બેબોનો લૂક લોકોના દિલ અને સોશિયલ મીડિયા બંને પર છવાઈ ગયો છે.
આ પણ વાંચો : સાસુ શર્મિલાને લઈને Kareena Kapoorએ કહી આવી વાત, સૈફે આપ્યું ગજબનું રિએક્શન…
44 વર્ષની બેબોએ લોન્ચ ઈવેન્ટ પર ચમચમાતી સિલ્વર સાડી પહેરીને પોતાના હુસ્નનો જાદુ વિખેર્યો હતો. ચાંદીના વર્કવાળી આ સાડીમાં બેબોના દિલકશ અંદાજ જોઈને ફેન્સનું દિલ ધબકારો ચૂકી ગયું હતું. કરિનાએ આ ઈવેન્ટ માટે મનિષ મલ્હોત્રાની કસ્ટમ સિલ્વર ટિશુ સાડી પહેરી હતી. અહીંયા તમારી જાણ માટે કે આ સાડી ડિઝાઈનરના હાલમાં જ લોન્ચ કરવામાં આવેલા ઈવારા કલેક્શનનો હિસ્સો છે. આ સાડી સાથે કરિનાએ એમ્બેલિશ્ડ કોરસેટ સ્ટાઈલ કર્યો હતો.
બેબોએ પહેરેલી સાડીની બોર્ડર પર ચાંદીની જરી અને જરદોસીનું વર્ક કરવામાં આવ્યું છે. સિક્વન, સાદી અને નક્શીકામવાળા વર્કવાળી આ સાડી ખૂબ જ સુંદર લાગી રહી હતી. હસીનાનો આ અંદાજ ખૂબ જ સુંદર લાગી રહ્યો છે.
આ પણ વાંચો : હેં, આ ફિલ્મથી ડેબ્યુ કરશે Ranveer Singh-Deepika Padukoneની લાડકવાયી? કોણે કર્યો આવો ચોંકાવનારો ખુલાસો…
કરીનાની આ ટીશૂ સાડી પ્લેન છે અને એને ચાંદીની બોર્ડર ક્લાસી લૂક આપી રહ્યા છે. આ સાડીને ટ્રેડિશનલી ડ્રેપ ના કરતા તેણે તેને ટ્વીસ્ટ આપ્યું છે. આ સાડીના પલ્લુને તેણે કોરસેટની નીચેથી ઓફ શોલ્ડર વન સાઈડ સ્લીવ્ઝની જેમ સ્ટાઈલ કર્યું છે અને તેને પાછળ લઈ જઈને શોલની જેમ બીજા હાથ પર કેરી કર્યો છે.
કરિનાને આ લૂકમાં રિયા કપૂરે આમ્રપાલીની સુંદર જ્વેલરી સાથે સ્ટાઈલ કરી છે. ડબલ પેટર્નવાળા સ્ટનિંગ ઈયરરિંગ્સ પહેર્યા હતા અને હાથમાં બ્રેસલેટ અને ફ્લાવરવાળી સ્ટાઈલ કરી છે. કરિનાએ પોતાના સાડી લૂકને શટલ મેકઅપ સાથે કમ્પલિટ કર્યું હતું.