મનોરંજન

કોને ચિયર અપ કરવા પહોંચ્યા Kareena kapoor-khan, Suhana Khan And Karan Johar?

હેડિંગ વાંચીને તમે ચોક્કસ જ વિચારમાં પડી ગયા હશો કે કરિના કપૂર ખાન, સુહાના ખાન અને કરણ જોહર આખરે કોને ચિયર અપ કરવા પહોંચ્યા હતા તો તમારી જાણ માટે કે આ ત્રણેય જણ ધીરુભાઈ ઈન્ટરનેશનલ સ્કુલમાં સ્ટાર કિડ્સના સ્પોર્ટ્સ ડેમાં હાજરી આપવા પહોંચી હતી. આ જ શાળામાં કરિનાનો દીકરો તૈમુર, સુહાનાનો ભાઈ અબરામ જ્યારે કરણ જોહર પોતાના બંને જોડિયા સંતાનોને ચિયર અપ કરવા માટે પહોંચ્યા હતા.

હવે એ વાત તો આપણે બધા જ જાણીએ છીએ કે બોલીવૂડના મોટાભાગના સેલિબ્રિટીના સંતાનો ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કુલમાં ભણે છે. આ શાળામાં બિગ બીની દોહિત્રી આરાધ્યા બચ્ચન પણ ભણે છે. હાલમાં જ સ્કુલમાં સ્પોર્ટ્સ ડે સેલિબ્રેટ કરવામાં આવ્યો કો અને પોત-પોતાના બાળકોને ચિયર અપ કરવા માટે કરણ જોહર, કરીના કપૂર-ખાન અને ભાઈ અબરામ ખાને સપોર્ટ કરવા માટે સુહાના ખાન પહોંચી હતી.

સોશિયલ મીડિયા પર અમુક ફોટા વાઈરલ થઈ રહ્યા છે જેમાં સુહાના અબરામને વ્હાલથી ગળે લગાવતી દેખાઈ રહી છે. જ્યારે કરિના કપૂર બ્રોન્ઝ મેડલ અને સર્ટિફિકેટ સાથે જોવા મળી રહી છે. કરણ જોહરે આનો વીડિયો પણ બનાવ્યો છે. કરિના કપૂરે કહેતી જોવા મળી રહી છે કે ટિમ એટલે કે તૈમુર અલી ખાને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તમારી જાણ માટે કે તૈમુર ખૂબ જ સારું તાઈક્વાન્ડો કરે છે એટલે ફેન્સ એવી અટકળો લગાવી રહ્યા છે કે તૈમુરે એમાં જ તો મેડલ નથી જિત્યો ને?
કરણ જોહરની સાથે કરીનાનો પણ એક ફોટો વાઈરલ થઈ રહ્યો છે જેમાં બંને જણ એકદમ પ્રાઉડ પેરેન્ટ લાગી રહ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress