મનોરંજન

Saif Ali Khan એક સારો પતિ નથી? આ શું બોલી ગઈ Kareena Kapoor….

બોલીવૂડની બ્યુટીફૂલ બેબ કરિના કપૂર-ખાન (Kareen Kapoor Khan) પતિ સૈફ અલી ખાન પર હુમલો થયો છે ત્યારથી થોડી એલર્ટ મોડ પર જોવા મળી રહી છે. પોતાના બંને દીકરા તૈમુર અને જેહને કરિના મીડિયા અને પેપ્ઝથી દૂર રાખે છે.

હાલમાં જ એક કાર્યક્રમમાં કરિના કપૂરે પતિ સૈફ અલી ખાનને લઈને કંઈક એવું કહ્યું હતું કે જે સાંભળીને તમારી આંખો પણ પહોળી થઈ જશે. આવો જોઈએ આખરે શું છે મામલો…

વાત જાણે એમ છે કે કરિના કપૂર-ખાન અને રણબીર કપૂર બંને એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા. રિપોર્ટમાં કરવમાં આવેલા દાવા અનુસાર રણબીર બહેન કરિનાના ટોક શો વ્હોટ વુમન વોન્ટમાં પહોંચ્યો હતો.

આપણ વાંચો: સૈફ અલી ખાન પર થયેલાં હુમલા અંગે Rakhi Sawantએ આપી પ્રતિક્રિયા, કહ્યું આટલા પૈસા…

આ શોમાં તેઓ વિવિધ વિષયો પર વાત કરતાં જોવા મળી રહ્યા છે. આ જ દરમિયાન કરિનાએ સૈફ અલી ખાન વિશે ચોંકાવનારો ખુલાસો કરતાં જણાવ્યું હતું કે જ્યારે તેણે બંને દીકરા તૈમુર અને જેહને જન્મ આપ્યો ત્યારે એ સમયે સૈફ અલી ખાન તેની સાથે એક પણ રાત હોસ્પિટલમાં રોકાયો નહોતો.

બહેન કરિના કપૂરની આ વાત સાંભળીને ભાઈ રણબીરે કહ્યું કે હું તો આલિયા ભટ્ટે જ્યારે રાહા કપૂરને જન્મ આપ્યો ત્યારે એક અઠવાડિયા સુધી તેની સાથે હોસ્પિટલમાં સાથેને સાથે રહ્યો હતો. એટલું જ નહીં રણબીર કપૂરે તો રાહાના જન્મના બે-ત્રણ મહિના પહેલાંથી જ કામમાંથી બ્રેક લેવાનું શરૂ કરી દીધું હતું.

આપણ વાંચો: Saif Ali Khan પરના હુમલા અંગે કરિનાના એકસ બોયફ્રેન્ડને પૂછાયો સવાલ, ગુસ્સામાં કહ્યું…

રણબીર કપૂરનો આ ખુલાસો સાંભળીને કરિના કપૂરે કહ્યું કે જો તે આવું કર્યું તો તું ચોક્કસ જ એક સારો પતિ છે અને એટલો જ સારા પિતા પણ. કરિના અને રણબીરનો આ વીડિયો હાલમાં વાઈરલ થઈ રહ્યો છે. આ જોતા કરિના ઈનડાયરેક્ટલી સૈફ વિશે શું કહેવા માંગે છે એને લઈને નેટિઝન્સ જાત જાતની અટકળો લગાવી રહ્યા છે.

થોડાક સમય પહેલાં કરિના અને સૈફ અલી ખાન વચ્ચે કંઈક ઠીક ના ચાલી રહ્યા હોવાના અહેવાલો સામે આવી રહ્યા હતા. પરંતુ આને લઈને કરિના કે સૈફ અલી ખાન દ્વારા કોઈ પણ સ્પષ્ટકા કરવામાં આવી નહોતી. કરિના અને સૈફની ગણતરી ઈન્ડસ્ટ્રીના મોસ્ટ અડોરેબલ અને ક્યુટ કપલમાં કરવામાં આવે છે. બંને 2012માં લગ્ન કર્યા હતા અને બંનેને તૈમુર અને જેહ નામના બે ક્યુટ દીકરા પણ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button