કરિના કપૂરને સૈફ સાથે લગ્ન કરવા મળી હતી ચેતવણીઃ બેબોએ કર્યો નવો ખુલાસો
મુંબઈ: કપૂર ખાનદાનની લાડલી અને નવાબ ખાનદાનની વહૂ અને જાણીતી અભિનેત્રી કરિના કપૂર અને સૈફ અલી ખાનને તેમના લગ્નને કારણે જ્યારે ત્યારે ટ્રોલ કરવામાં આવે છે. તેમ છતાં આજે કરિના અને સૈફઅલી ખાનને બૉલીવુડનું જાણીતું કપલ માનવામાં આવે છે.
2012માં કરિના કપૂર અને સૈફ અલી ખાને લગ્ન કર્યા હતા. આ સૈફને બીજા લગ્ન હતા. આ પહેલા સૈફે અભિનેત્રી અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ સૈફે કરિના સાથે લગ્ન કર્યા હતા, જ્યારે હાલમાં તેમને બે બાળક પણ છે. જોકે, તાજેતરમાં કરિનાએ પોતાના લગ્નજીવન અંગે નવો ખુલાસો કર્યો છે કે જેને સાંભળીને ચાહકો ચોંકી ગયા છે. કરિનાએ કહ્યું હતું કે સૈફ સાથે લગ્ન કરવાના નિર્ણય બાદ મને વોર્નિંગ આપવામાં આવી હતી.
તાજેતરમાં કરિના કપૂર ખાને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મને અનેક લોકોએ સૈફ સાથે લગ્ન નહીં કરવાની સલાહ આપી હતી. કરિનાને એવું જણાવાયું હતું કે લગ્નથી પોતાની ફિલ્મી કારકિર્દી સમાપ્ત થઈ જશે, પણ મેં તેમની કોઈ વાત સાંભળી નહોતી. દરેક અભિનેત્રીને પોતાના લગ્ન કરવાનો નિર્ણય યોગ્ય હોય છે. મને પણ જ્યારે મારો નિર્ણય યોગ્ય લાગ્યો ત્યારે મેં લગ્ન કરી લીધા હતા.
આપણ વાંચો: કરિના કપૂરને કયો અભિનય ભજવવાનું પસંદ પડ્યું હતું, બેબોએ શું કહ્યું?
કરિનાએ આગળ કહ્યું હતું કે હું લગ્ન પહેલા જ સૈફ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી હતી. અમે એકબીજાને જજ કરવા માટે નહીં, પણ અમે કામને લીધે એકબીજા સાથે સમય પસાર કરવા નહોતો મળતો હતો તે માટે અમે એકબીજા સાથે રહેવા માગતા હતા. એક સમય એવો હતો જ્યારે અમે સતત શૂટિંગમાં વ્યસ્ત હતા, તે પછી અમે વિચાર્યું કે બસ હવે લગ્ન કરવા છે.
બધા કહેતા હતા લગ્ન નહીં કર, નહીં તો તારી ફિલ્મી કરિયર સમાપ્ત થઈ જશે. ત્યારે મેં તેમને કહ્યું હતું કે મારી કારકિર્દી ખતમ થઈ જશે ને મારું જીવન તો નહીં ને?. હું સૈફને પ્રેમ કરું છું. મેં લગ્ન નહીં કર્યા હોત તો મને અનેક નિર્માતાઓ તરફથી ફિલ્મોની ઑફર મળી ન હોત. લગ્ન પછી મને ઘણી સારી ફિલ્મોની ઓફર મળી હતી. સૈફ પણ મને સારું કામ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. જ્યારે અમે એકબીજાને લાંબા સમય સુધી જોતા નથી, ત્યારે હું ત્યારે જ ચિડાઈ જાઉં છું, એવું કરિનાએ જણાવ્યું હતું.