મનોરંજન

કરીના કપૂર ક્યા ધર્મને ફોલો કરે છે? જાણો સિક્રેટ…

મુંબઈ: કરીના કપૂર પોતાના કામ પ્રત્યે જેટલી સમર્પિત છે તેટલી જ સમર્પિત તે પોતાના માતૃત્વ પ્રત્યે છે અને પોતાના બંને બાળકોની કાળજી અને સારસંભાળ લેવામાં તે કોઇપણ કચાશ રહેવા દેતી નથી. દરેક માતાની જેમ જ તે પોતાના બાળકોનું ધ્યાન રાખે છે. જોકે હાલમાં જ કરીના અને સૈફના બાળકોનું ધ્યાન રાખનારી વધુ એક વ્યક્તિનો ઇન્ટરવ્યૂ ઘણો ચર્ચામાં છે. આ વ્યક્તિ છે તૈમુર અને જહાંગીર એટલે કે જેહની નેની(બાળકોનું ધ્યાન રાખવા માટે રાખેલી હેલ્પ) લલિતા ડિસિલ્વા.

લલિતાએ તેના ઇન્ટરવ્યૂમાં કરીના તેના બાળકો સાથે કેવો વ્યવહાર કરે છે અને તેમની સાથે કઇ રીતેનું વર્તન કરે છે તેના વિશે ઘણી વાતો કરી હતી. તેમાં તે કેટલી સારી માતા છે તે વિશે પણ લલિતા જણાવે છે. લલિતા કહે છે કે કરીના ક્યારેય પણ તેના બાળકો સાથે સમય વીતાવવા મળે તે મોકો છોડતી નથી.

ઉલ્લેખનીય છે કે સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા બાદ કરીના કપૂર ખાન બની ગયેલી કરીનાના લગ્ન થયા ત્યારે પણ ઘણા લોકોએ તેની ટીકા કરી હતી. એક હિંદુ થઇને મુસ્લિમ કુટુંબમાં લગ્ન કરવા બદલ ઘણા લોકોએ તેને ટ્રોલ કરી હતી. તે ક્યા ધર્મને માને છે તેવો પ્રશ્ર્ન પણ ઘણી વખત પૂછવામાં આવતો હોય છે. જોકે લલિતાએ આ સવાલ પરથો પડદો ઉઠાવતો જવાબ ઇન્ટરવ્યૂ દરમિયાન આપ્યો હતો.

લલિતાએ કહ્યું કે કરીના તેની માતા બબીતાની જેમ ખ્રિસ્તી ધર્મને માને છે. તે મને અવારનવાર કહે છે કે તમે ઇચ્છો તો બાળકોને ભજન સંભળાવી શકો છો. તો હું અનેક વખત બાળકોને ભજન સંભળાવતી. તે ઘણી વખત પંજાબી ભજન ‘એક ઓંકાર’ સંભળાવવાનું કહેતી હતી. તે જાણતી હતી કે બાળકોની આસપાસ પોઝિટિવ એનર્જી હોવી કેટલી જરૂરી છે.

લલિતા વધુમાં જણાવે છે કે કરીના તેના બાળકોને ખૂબ જ પ્રેમ કરે છે. તે ખૂબ જ અનુશાસિત છે અને તેનું કારણ મને લાગે છે કે કરીનાની માતા બબીતા પણ ખૂબ અનુશાસિત છે.

સ્ટાફ સાથે કેવું વર્તન કરવામાં આવે છે એ વિશે વાત કરતા લલિતા જણાવે છે કે અમે બધા એક જેવું જ ભોજન લેતા. સવારે જે પણ બ્રેકફાસ્ટ બને તે કરીના માટે, સૈફ માટે અને અમારા સ્ટાફ માટે એકસરખો જ હોય. તેની ક્વોલિટીમાં પણ કોઇ ફરક ન હોય.

અનેક વખત તો અમે બધાએ સાથે જ ભોજન લીધું હોય તેવું પણ બન્યું છે. ઉલ્લેખનીય છે કે લલિતા તૈમુર અને જેહની પહેલા અનંત અંબાણીની પણ નેની રહી ચૂકી છે. તે હાલમાં જ અનંત અંબાણીના લગ્નમાં પણ હાજર હતી. તે અંબાણી કુટુંબની પ્રશંસા કરતા કહે છે કે આટલા વર્ષો વીત્યા છતાં તે મને ભૂલ્યા નહીં અને મને લગ્નમાં આમંત્રણ આપ્યું. તેમના સનાતન સંસ્કારનું આ ઉદાહરણ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button