માતા સીતા સાથે પોતાની સરખામણી કરીને વિવાદમાં ફસાઇ અભિનેત્રી

તાજેતરમાં હિન્દી સિનેમામાં 25 વર્ષની શાનદાર સફર પૂર્ણ કરનાર બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાનને કોણ નથી જાણતું. અભિનેત્રીએ ઘણી ફિલ્મોમાં મહત્વની ભૂમિકાઓ ભજવીને ચાહકોનું મનોરંજન કર્યું છે. જોકે, કરીના કપૂર ખાનને વિવાદો સાથે જૂનો સંબંધ છે. ક્યારેક તે પોતાની પર્સનલ લાઈફ માટે તો ક્યારેક તેની પ્રોફેશનલ લાઈફ માટે સમાચારમાં રહે છે.
આગામી સમયમાં કરીના કપૂર દિગ્દર્શક રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ અગેઈનમાં જોવા મળશે , જેનું ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટમાં કરીનાએ એવું કંઇક કહ્યું છે, જેને કારણે તે લોકોના નિશાના પર આવી છે. કરીનાએ પોતાની સરખામણી માતા સીતા સાથે કરી હતી. જેના કારણે અભિનેત્રી વિવાદના વમળમાં ફસાઈ ગઈ છે અને લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.
કરીના કપૂરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં અભિનેત્રી માતા સીતા વિશે વાત કરતી જોવા મળી રહી છે. અભિનેત્રીએ કહ્યું, ‘માતા સીતા વિના રામાયણ પૂર્ણ થઈ શકે નહીં, તેવી જ રીતે રોહિત શેટ્ટીની ફિલ્મ કરીના કપૂર વિના પૂર્ણ થઈ શકે નહીં…’
કરીનાના આ નિવેદન પર લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.
કેટલાક કહી રહ્યા છે કે માતા સીતા અને કરીના!, તો કેટલાક વળી કહી રહ્યા છે કે, લો, આ તો પોતાને ભગવાન સાથે સરખાવી રહી છે!, કેટલાક કહી રહ્યા છે કે આ શું બકવાસ કરી રહી છે. એક નેટિશને તો લખ્યું હતું કે આ તો સીતા માતાનું અપમાન છે.
કરીના કપૂરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી ટૂંક સમયમાં રોહિત શેટ્ટીની ‘સિંઘમ અગેન’માં જોવા મળશે. આ ફિલ્મમાં કરીનાની સાથે અજય દેવગન, દીપિકા પાદુકોણ, અક્ષય કુમાર, રણવીર સિંહ, અર્જુન કપૂર અને ટાઈગર શ્રોફ પણ જોવા મળશે. રોહિત શેટ્ટીની ફિલ્મ હોય એટલે ભરપૂર મનોરંજનની ખાતરી હોય જ, તેથી ચાહકો પણ આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.
Also Read –