પુત્ર તૈમુર સાથે તાન્ઝાનિયામાં વેકેશન માણી રહી છે કરીના, સોશિયલ મીડિયા પર તસવીરો કરી શેર
લોકપ્રિય અભિનેત્રી કરીના કપૂરનો જાદુ બોલિવૂડમાં જ નહીં સોશિયલ મીડિયા પર પણ જોઈ શકાય છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાના ફેન્સનું દિલ જીતવામાં કોઈ કસર છોડતી નથી. કરીના તેની પાર્ટીઓ અને તેના પ્રવાસના દિવસોની તસવીરો અવારનવાર સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. જેમાં તેનો અંદાઝ અને સ્ટાઈલ બીજાથી સંપૂર્ણપણે અલગ જોવા મળે છે. હાલ, કરિના તેના મોટા પુત્ર તૈમુર સાથે વેકેશન પર છે તેની કેટલીક તસવીરો તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
કરીના કપૂર ખાન હાલમાં તેના પુત્ર તૈમુર સાથે તાન્ઝાનિયામાં રજાઓ માણી રહી છે. કરીનાએ પોતાના વેકેશનની ઘણી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. પ્રથમ તસવીરમાં કરીના જંગલ સફારી માટે કારમાં બેઠેલી જોવા મળે છે. ફોટોમાં, તે સ્નીકર્સ અને સનગ્લાસ સાથે ડેનિમ આઉટફિટમાં જોઈ શકાય છે.
જ્યારે બીજી એક તસવીરમાં તૈમૂર જીપમાં બેઠો છે અને તે દૂર ઉભેલા હરણને જોઈ રહ્યો છે. હરણને નિહાળીને તે ખૂબ જ એક્સાઈટેડ નજરે પડે છે. જો કે, તૈમુરનો નાનો ભાઈ જેહ અને તેના પિતા સૈફ અલી ખાન કોઈપણ તસવીરોમાં દેખાતા નથી.
કરીનાએ તસવીરો સાથે કેપ્શન આપ્યું, ‘સવાના ગર્લ એન્ડ બોય, તાંઝાનિયા 2024.’ એક્ટ્રેસની આ તસવીરો જોયા બાદ ફેન્સના રિએક્શન પણ સતત આવી રહ્યા છે. લોકોને તેમની આ તસવીરોને પસંદ આવી રહી છે. ફેન્સ અભિનેત્રીની સુંદરતાના વખાણ કરી રહ્યા છે.
કરીના કપૂરની આ પોસ્ટ પર રિએક્ટ કરતા એક પ્રસંશકે લખ્યું, ‘આટલા બધા દેશો બતાવવા બદલ આભાર.’ અન્ય એક વ્યક્તિએ લખ્યું, ‘કરીનાનો ચહેરો હંમેશા ચમકતો રહે છે.’ કરીનાના વખાણ કરતાં અન્ય એક વ્યક્તિએ લખ્યું, ‘તે એક સારી માતા છે.’
ઉલ્લેખનિય છે કે, કરીના તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘ક્રૂ’માં જોવા મળી હતી. આમાં તેની સાથે તબ્બુ અને કૃતિ સેનન પણ છે. હવે અભિનેત્રી ટૂંક સમયમાં મલ્ટીસ્ટારર ફિલ્મ ‘સિંઘમ અગેઈન’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે અક્ષય કુમાર, અજય દેવગન, ટાઈગર શ્રોફ, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન રોહિત શેટ્ટી કરી રહ્યા છે.