‘કરણ જોહર પે ચેકમાં કાપ મૂકવા માંગે છે’ સૈફ અલી ખાને આવું કેમ કહ્યું?

મુંબઈ: તાજેતરમાં એક ઈન્ટરવ્યું દરમિયાન બોલિવૂડ ફિલ્મ નિર્માતા કરણ જોહરે (Karan Johar) કહ્યું હતું કે સ્ટાર એક્ટર્સ વધુ પડતી ફી લઇ રહ્યા છે, અને હીટની ગેરંટી નથી આપી શકતા. આ અંગે સૈફ અલી ખાને પ્રતિક્રિયા આપી છે. એક મીડિયા સંસ્થા સાથે વાત કરતા સૈફે કહ્યું કે “કરણ અમારા પે ચેકમાં કાપ મૂકવા માંગે છે, જેની મને ચિંતા છે.”
સૈફ અલી ખાને કે કહ્યું, “તે પે ચેકમાં કાપ મુકવા માંગે છે. મને લાગે છે કે મારે તેના સામે મારું પોતાનું યુનિયન ઉભું કરવું પડશે. મને ખાતરી છે કે તે સાચો છે, પરંતુ જ્યારે અમારા પે ચેક પર કાપ મુકાવા અંગે સાંભળીએ છીએ ત્યારે મને ચિંતા થાય છે. પે ચેકમાં કાપ નહીં ચાલે. જુઓ, આ ઇન્ડસ્ટ્રીનું ઇકોનોમિકસ એવું છે.”
તેણે વધુમાં કહ્યું કે, “તમે કોઈ સ્ટાર પાસે જાઓ છો, ક્યારેક તે કહે છે કે ‘જો તમે મને ફિલ્મમાં ઈચ્છો છો, તો તેની કિંમત ચૂકવવી પડશે’. અને લોકો તેને ચૂકવે છે. અને જો લોકો તેને ચૂકવે છે, તો કેટલીકવાર ઇકોનોમિકસ ખોરવાઈ જાય છે. પરંતુ, ભારતીયો બિઝનેસમેન છે. તેથી ફિલ્મ ઉદ્યોગ મુખ્યત્વે એક વ્યવસાય નાણાકીય કેન્દ્ર છે અને લોકો દાવ લગાવે. પરંતુ, કરણ જોહર સારી રીતે જાણે છે. હું તો મજાક કરું છું.”
આપણ વાંચો: સૈફ અલી ખાને બીજી કોઇ છોકરીને સમજી લીધી કરીના અને હગ કરવા ગયો પછી….
સૈફે કહ્યું કે, “તે (કરણ જોહર) જેની વાત કરી રહ્યો છે તે લોકો મસમોટી રકમ વસૂલ કરે છે અને પછી ફિલ્મ એ પ્રમાણે ચાલતી નથી, તે ટકી નહીં શકે. અમે તેટલો ચાર્જ લેતા નથી.”
કરણ જોહરે એક ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે, “મેં છેલ્લે કિલ ફિલ્મ બનાવી…દરેક સ્ટારે મારી પાસે જે પૈસા માંગ્યા હતા તે ફિલ્મના બજેટ જેટલા હતા. હું કહેતો ‘હું તમને કેવી રીતે આ રકમ ચૂકવી રી શકું? જ્યારે બજેટ ₹40 કરોડ છે, ત્યારે તમે ₹40 કરોડ માગો છો? શું તમે ખાતરી આપો છો કે ફિલ્મ ₹120 કરોડની કમાણી કરશે? કોઈ ગેરેંટી નથી, બરાબર ને?””
જુલાઈની શરૂઆતમાં, યુટ્યુબ ચેનલ પર કરણ જોહરે કહ્યું હતું, “હિન્દી સિનેમામાં લગભગ 10 સ્ટાર્સ છે, અને તેઓ બધા મોટી રકમ માંગે છે. તેથી, તમે ચૂકવો છો, પછી તમે ફિલ્મ માટે ખર્ચ કરો છો, અને પછી માર્કેટિંગ ખર્ચ આવે છે. અને પછી તમારી ફિલ્મ કમાતી નથી. જે મૂવી સ્ટાર્સ ₹35 કરોડ માંગે છે તે ₹3.5 કરોડ સુધી ઓપનિંગ આપી શકે છે.”