આ રીતે Kapoor Familyએ સેલિબ્રેટ કર્યું ન્યૂ યર, ફોટો જોઈ લેશો તો…
દુનિયાભરમાં લોકોએ નવા વર્ષની ધામધૂમથી ઉજવણી કરી અને સોશિયલ મીડિયા પર આ સેલિબ્રેશનના ફોટો વાઈરલ થઈ રહ્યા છે. આ સેલિબ્રેશનમાં બી-ટાઉનના સેલિબ્રિટીઓ કઈ રીતે પાછળ રહી શકે? બી-ટાઉનના સૌથી જાણીતા અને પાવરફૂલ ફેમિલીમાંથી એક એવા કપૂર ખાનદાન (Kapoor Family)એ પણ થાઈલેન્ડમાં ન્યૂ યર પાર્ટી કરી હતી.
ખુદ રિદ્ધિમા કપૂર (Riddhima Kapoor)એ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ ફેમિલી વેકેશનના ફોટો શેર કર્યા છે. તમે પણ જોઈ લો…
તમારી જાણ માટે રણબીર કપૂર (Ranbir Kapoor)ની બહેન અને નીતુ કપૂર (Nitu Kapoor)ની દીકરી રિદ્ધિમા કપૂરે હાલમાં જ ફેબ્યુલસ લાઈવ્ઝ વર્સીસ બોલીવૂડ વાઈવ્ઝમાં ભાગ લીધો હતો. બુધવારે સાંજે તેણે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર થાઈલેન્ડમાં ફેમિલી વેકેશનના ફોટો શેર કર્યા છે.
આપણ વાંચો: આખો કપૂર ખાનદાન કેમ PM Narendra Modi ને મળવા પહોંચ્યો?
આ ફોટોના કેપ્શનમાં તેણે લખ્યું હતું કે સાથે બનાવવામાં આવેલી યાદો જીવનભર રહે છે. તેણે હેશટેગમાં લખ્યું હતું ફેમિલી હોલીડે, ન્યૂ યર 2025 અને થાઈલેન્ડ ડાયરીઝ.
કપૂર ફેમિલીની સાથે વેકેશન પર આલિયા ભટ્ટની માતા સોની રઝદાન પણ ગયા હતા અને તેમણે પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ વેકેશનની એક ઝલક દેખાડી છે. જેમાં બધા લોકો શિપ પર બેઠા છે. રાહા કપૂર (Raha Kapoor) રણબીર કપૂરના ખોળામાં બેસીને મસ્તી કરી રહી છે, જ્યારે બાજુમાં બેસીને આલિયા હસી રહી છે.
આ ફોટોમાં રિદ્ધિમા અને તેનો પતિ ભરત સહાની, દીકરી સમારા, નીતૂ કપુર, સોની રઝદાન, શાલીન અને ડિરેક્ટર અયાન મુખર્જી સહિત બીજા સભ્યો અને મિત્રો જોવા મળી રહ્યા છે.
રણબીર અને આલિયાના વર્કફ્રન્ટની વાત કરીએ તો ટૂંક સમયમાં જ રણબીર અને આલિયા ફિલ્મ લવ એન્ડ વોરમાં જોવા મળશે. આ સિવાય તે નિતેશ તિવારીની ફિલ્મ રામાયણમાં જોવા મળશે. આ ફિલ્મ બે ભાગમાં રિલીઝ થશે.
આપણ વાંચો: હવે કપૂર ખાનદાનની આ મહિલા કરશે OTT ડેબ્યૂ, નેટફ્લીક્સની વેબ સિરીઝમાં જોવા મળશે
આ સિવાય આલિયા ભટ્ટ ફિલ્મ આલ્ફામાં જોવા મળશે. જ્યારે અયાન વોર-ટુના શૂટિંગમાં વ્યસ્ત છે. નીતૂ કપૂર ફિલ્મ લેટર્સ ટુ મિસ્ટર ખન્નામાં જોવા મળશે જ્યારે સોની રઝદાન સોન્ગ્સ ઓફ પેરેડાઈઝ અને અબીર ગુલાલમાં જોવા મળશે.