મનોરંજન

સલમાન સાથે અફેયર, અભિષેક બચ્ચન સાથે તૂટી સગાઈ અને બીજે લગ્ન બાદ ડિવોર્સ… આવી છે કપૂર ખાનદાનની દીકરીની લવલાઈફ…

કપૂર ખાનદાનની ગણતરી બોલીવૂડના પ્રેસ્ટિજિયસ ફેમિલીમાં કરવામાં આવે છે અને આ કપૂર ખાનદાનની લાડકવાયી અને બોલીવૂડની મોસ્ટ બ્યુટીફૂલ અને ટેલેન્ટેડ એક્ટ્રેસ કરિશ્મા કપૂર આજે એટલે કે 25મી જૂનના પોતાનો 51મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. 90ના દાયકામાં ઈન્ડસ્ટ્રી પર રાજ કરનારી આ કરિશ્માએ પોતાની સુંદરતા, ડાન્સ અને એક્ટિંગથી દર્શકોનો પ્રેમ જિતવામાં સફળ રહી પણ પર્સનલ લવ લાઈફની વાત કરીએ તો કરિશ્મા એટલી લકી નથી રહી. ચાલો જાણીએ ફેન્સનો પ્રેમ પામનારી આ એક્ટ્રેસની લવલાઈફ કેવી અને કેટલી ટ્રેજિક રહી…

સંજય કપૂર સાથેના લગ્ન પહેલાં કરિશ્માનું નામ સલમાન ખાન સાથે જોડાયું હતું. એટલું જ નહીં અભિષેક બચ્ચન સાથે તો તેની સગાઈ પણ થઈ હતી, પરંતુ બાદમાં કોઈ કારણસર આખરે આ સગાઈ પણ ફોક થઈ ગઈ અને આખરે કરિશ્મા કપૂરે સંજય કપૂર સાથે લગ્ન કરી લીધા અને લવ લાઈફની જેમ કરિશ્માનું લગ્નજીવન પણ ખાસ કંઈ ટક્યુ નહીં અને સંજય કપૂર સાથે પણ ડિવોર્સ થતાં પોતાના બંને સંતાનોને લઈને કરિશ્મા ભારત પાછી ફરી.

કરિશ્મા કપૂરનું નામ સલમાન ખાન અને અભિષેક બચ્ચન સિવાય ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સિંઘમ અજય દેવગણ સાથે પણ જોડાયું હતું બંનેના અફેયરની જોરશોરથી ચર્ચા ચાલી હતી. અજય અને કરિશ્માએ ફિલ્મ જિગરમાં સાથે કામ કર્યું હતું અને એવું કહેવાય છે કે આ ફિલ્મ દરમિયાન જ બંને એકબીજાની નજીક આવ્યા પણ તેમની આ રિલેશનશિપ ખાસ કંઈ ટકી નહીં અને તેના પૂર્ણવિરામ મૂકાઈ ગયું.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીની આ બ્યુટીફૂલ બેબીનું નામ ગોવિંદા જેવા સુપરસ્ટાર અને અક્ષય ખન્ના સાથે પણ જોડાયું અને આ સંબંધો પર પણ પૂર્ણવિરામ મૂકાઈ ગયું. રિપોર્ટ્સની વાત પર વિશ્વાસ કરીએ તો કરિશ્માની મા બબીતા કપૂર નહોતા ઈચ્છતા કરિશ્મા કરિયર પીક પર હોય ત્યારે લગ્નનો નિર્ણય લે.

કરિશ્મા કપૂરનું નામ બોલીવૂડના દબંગ સ્ટાર સલમાન ખાન સાથે જોડાઈ ચૂક્યું છે, પણ કરિશ્માને સલમાન ખાન પર ક્રશ હતો એ વાતનો ખુલાસો ખુદ કરિશ્માની બહેન કરિના કપૂર કરી ચૂકી છે. કરિશ્મા અને કરિના કપિલ શર્માના શો પર પહોંચી હતી અને આ શો પર જ કરિનાએ બહેન કરિશ્માના ક્રશ વિશે ખુલાસો કર્યો હતો.

અભિષેક બચ્ચન અને કરિશ્મા કપૂરે એક બીજાને પાંચ વર્ષ સુધી ડેટ કર્યા હતા. 2002માં બંનેની સગાઈ પણ થઈ પરંતુ અમુક કારણસર કરિશ્મા બચ્ચન પરિવારની બહુરાની બનતા બનતા રહી ગઈ. અભિષેક સાથેની સગાઈ તૂટતા કરિશ્મા ખૂબ જ ભાંગી પડી હતી અને તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે હું નથી ઈચ્છતી કે બીજી કોઈ છોકરી આ તકલીફમાંથી પસાર થાય. પરંતુ હું એટલું કહીશ કે જે કિસ્મતમાં લખ્યું છે એ થશે જ.

2003માં કરિશ્માએ બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા અને લગ્નના 13 વર્ષ બાદ એટલે કે 2016માં બંનેના ડિવોર્સ થયા. આ લગ્નથી કરિશ્માએ એક દીકરો અને એક દીકરીને જન્મ આપ્યો. 12મી જૂન, 2025ના જ સંજય કપૂરનું પોલો રમતાં રમતાં નિધન થયું હતું. કરિશ્માની વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે 2024મા ફિલ્મ મર્ડર મુબારકમાં જોવા મળી હતી.

આ પણ વાંચો…આ કારણે જાહેરમાં Amitabh Bachchan પુત્રવધુ ઐશ્વર્યાના વખાણ નથી કરતાં…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button