મનોરંજન

કપિલ શર્માની પત્નીનું સપનું પૂરું થયું, જાણો કેમ?

મુંબઈ: બૉલીવૂડના મિસ્ટર પરફેક્ટ ગણાતા આમિર ખાનની દીકરી ઇરા ખાન 10 જાન્યુઆરીએ નુપુર શેખર સાથે લગ્નve બંધનમાં બંધાઈ હતી. ઇરા અને નુપુરે ક્રિશ્ચિયન સ્ટાઇલમાં લગ્ન કર્યા હતા. ઉદયપુરમાં બંનેના ધામધૂમથી લગ્ન થયા બાદ આમિર ખાને તેની દીકરી અને જમાઈ માટે મુંબઈમાં એક શાનદાર પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં બૉલીવૂડ, ટેલીવિઝન સાથે અનેક વીઆઇપી લોકોએ પણ હાજરી આપી હતી. આ વચ્ચે કપિલ શર્માની વાઈફ ગિન્નીએ કિંગ ખાન તરીકે ઓળખાતા શાહરુખ ખાન સાથેની તસવીર ખૂબ જ વાઇરલ થઈ રહી છે.

ઇરા અને નુપુરની વેડિંગ પાર્ટીમાં કોમેડી કિંગ કપિલ શર્મા તેની પત્ની ગિન્ની સાથે પહોંચ્યો હતો. આ દરમિયાન ગિન્ની બૉલીવૂડના કિંગ ખાનથી મળીને એકદમ ખુશ થઈ ગઈ હતી. ઇરા અને નુપુરની વેડિંગ પાર્ટીમાં ગિન્નીએ શાહરુખ ખાન સાથે પોઝ આપ્યો હતો. આ ફોટોમાં શાહરુખની આજુ બાજુમાં કપિલ અને ગિન્ની ઊભેલા જોવા મળે છે. શાહરુખ સાથેના આ ફોટોને ગિન્નીએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.

શાહરુખ ખાન સાથે શેર કરેલા ફોટોમાં તે ખુબજ ખુશ જોવા મળી રહી છે. ગિન્નીએ શાહરુખ સાથે ફોટો શેર કરી કેપ્શન આપ્યું હતું કે આજે મારૂ સપનું સાચું થયું છે. #શાહરુખ ખાન અને #ડ્રીમ કમ ટ્રૂ એવા હેશટેગ પણ વાપર્યા હતા.


આ પાર્ટીમાં અર્ચના પુરન સિંહે પણ તેના પતિ પર્મીત સેઠ સાથે હાજરી આપી હતી. અર્ચના પુરન સિંહે કપિલ શર્મા અને તેની વાઈફ ગિન્ની, સિંગર અલ્કા યાજ્ઞિક, આમિર ખાનની બહેન નિખત હેગડે, અનુકલ્પ ગોસ્વામી સહિત અન્ય સેલેબ્રિટીઝ સાથે ફોટો શેર કર્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button