મનોરંજન

કપિલ શર્માના દીકરાની બર્થ-ડે પાર્ટીનો વીડિયો વાઇરલ, વિશેષતા શું હતી?

મુંબઈ: જાણીતા કોમેડિયન કપિલ શર્મા તેના લાઈફની યાદગાર પળોને સોશિયલ મીડિયા પર શેર કરતો હોય છે. તેના લગ્ન હોય કે અન્ય કોઈ પ્રસંગ કપિલ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તાજેતરમાં કપિલ શર્માએ તેના દીકરા ત્રિશાનનો બર્થ-ડેની ઉજવણી કરી હતી. કપિલે તેના દીકરા ત્રિશાન માટે સુપરહીરો સ્પાઇડર-મેન થીમ પાર્ટીનું આયોજન કર્યું હતું એની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે.

12 ડિસેમ્બર 2018ના કપિલે ગિન્ની સાથે લગ્ન કર્યા હતા. લગ્નના એક વર્ષ બાદ કપિલ અને ગિન્નીના ઘરે પારણું બંધાતા ગિન્નીએ દીકરાને જન્મ આપ્યો હતો. કપિલ-અને ગિન્નીએ દીકરીનું અનાયરા રાખ્યું હતું અને તે પછી પહેલી ફેબ્રુઆરી 2021ના તેમના દીકરા ત્રિશાનનો જન્મ થયો હતો. ત્રિશાનના ત્રીજા જન્મદિવસની ઉજવણી માટે સુપરહીરો સ્પાઇડર-મેન થીમવાળી જોરદાર પાર્ટીનું આયોજન કર્યું હતું.

કપિલ અને ગિન્નીએ ત્રિશાનના ત્રીજા જન્મદિવસ માટે સ્પાઇડર-મેન થીમ આધારિત પાર્ટીનું આયોજન કર્યું હતું. આ બર્થ-ડે પાર્ટીની તસવીરોમાં બે લેવલનો કેક પણ દેખાઈ રહ્યો છે. આ કેક પર સ્પાઇડરમેનના નાના ફિગર્સ પણ જોવા મળે છે અને આખા વેન્યુને રેડ અને બ્લુ બલૂન્સથી સજાવવામાં આવ્યું છે અને એક વિશાળ સ્પાઇડર-મેનના પુતળાને પણ નાના બાળકોના રમવા માટે રાખવામાં આવ્યો હતો.

પાર્ટીમાં કપિલ અને ગિન્નીના લાડલા ત્રિશાને સ્પાઇડર-મેનનો કોસ્ચ્યુમ પહેર્યો હતો. આ પાર્ટીમાં બાળકોને પણ જુદી-જુદી ગેમ્સ અને એક્ટિવિટીમાં ખૂબ જ એન્જોય કરતાં જોવા મળ્યા હતા. ત્રિશાનની પાર્ટી અનેક રાઇડ્સ તેમ જ ગેમ્સ પણ રાખવામાં આવી હતી. એક તસવીરમાં કપિલ તેની પત્ની ગિન્ની, દીકરી અનાયરા, દીકરા ત્રિશાન અને તેની મમ્મી સાથે કેક કટ કરતો દેખાઈ રહ્યો છે, જ્યારે તેની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button