કપીલ શર્માની ‘કિસ કિસ કો પ્યાર કરું 2’ને બોક્સ ઓફિસ પર ડાઉન: પહેલા જ દિવસે દર્શકોએ ઠાલવ્યો બળાપો

મુંબઈ: થિયેટર્સમાં આ અઠવાડિયે બે ફિલ્મો રિલીઝ થઈ છે. જૈ પૈકીની એક ફિલ્મ કપીલ શર્માની ‘કિસ કિસ કો પ્યાર કરું 2’ છે. જ્યારે બીજી ફિલ્મ સાઉથના જાણીતા એક્ટર નંદમુરી બાલકૃષ્ણની ‘અખંડા 2: તાંડવમ’ છે. જોકે, કપીલ શર્માએ પોતાના શો ‘ધ કપીલ શર્મા શો સીઝન 3’થી જ ‘કિસ કિસ કો પ્યાર કરું 2’ ફિલ્મના પ્રમોશનની શરૂઆત કરી દીધી હતી. ફિલ્મનું ટ્રેલર પણ કપીલના ફેન્સને પસંદ આવ્યું હતું. પરંતુ તેની અસર ફિલ્મના પહેલા દિવસના કલેક્શન પર જોવા મળી નથી.
આવી ફિલ્મ કેમ બનાવાઈ છે?
કપીલ શર્મા 3 વર્ષ બાદ ફિલ્મી પડદે પાછો ફર્યો છે. કપીલ શર્મા 10 વર્ષ બાદ પોતાની પહેલી હિન્દી ફિલ્મની સિક્વલ લઈને આવ્યો છે. ‘કિસ કિસ કો પ્યાર કરું 2’ ફિલ્મ થિએટરમાં રિલીઝ થઈ ચૂકી છે. પરંતુ પહેલા જ દિવસે આ ફિલ્મને દર્શકો તરફથી નબળો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મ જોઈને આવેલા દર્શકો સોશિયલ મીડિયા પર પોતાના પ્રતિભાવ આપી રહ્યા છે.
એક યુઝરે એક્સ પર લખ્યું કે, “ફિલ્મને હું બે સ્ટાર આપીશ. કેવી સ્ટોરી લઈને આવી ફિલ્મ કેમ બનાવાઈ છે? કપીલ શર્મા આનાથી સારું અને ગ્રે શેડવાળા રોલ કરવાના હકદાર છે. તે ફક્ત
કોમેડી રોલ પૂરતા નથી. આશા છે કે, આગામી સમયમાં તે વધુ કામ કરીને બતાવશે. આ ફિલ્મ એકવાર જોવાલાયક છે. ફેમેલિ એન્ટરટેઇનમેન્ટ છે.”

બીજા એક યુઝરે લખ્યું છે કે, “પહેલા જ દિવસે ફિલ્મ સાવ વાહિયાત સાબિત થઈ છે. કપીલની કોમેડી પર કોઈ સવાલ ઉઠાવી શકાય તેમ નથી. પરંતુ ફિલ્મની સ્ટોરીએ દર્શકોને વધારે પ્રભાવિત કર્યા નથી.”
#KisKiskoPyaarKaroon2 is a Disaster on its First Day Itself..#KapilSharma should Stick to his Show Only..
— Random Cine Mood (@RandomCineMood) December 12, 2025
Only One Movie worked in his Career.. and that too Ruined by Himself by Making a 3rd Class Sequel..
Don’t Waste your Money on this Crap… Watch #Dhurandhar in… pic.twitter.com/V5IRod52d4
પૈસા બગાડશો નહીં
અન્ય એક યુઝરે એક્સ પર લખ્યું કે, “કિસ કિસ કો પ્યાર કરું 2 પહેલા જ દિવસે ખરાબ રીતે ફ્લોપ થઈ છે. કપીલ શર્માએ પોતાના શો પર જ ધ્યાન આપુવું જોઈએ. તેના કરિયરમાં ફક્ત એક જ ફિલ્મ ચાલી હતી અને તેની ખરાબ સીક્વલ બનાવીને બરબાદ કરી નાખી. આ ફિલ્મ પર પૈસા વેડફશો નહીં. થિએટર્સમાં ધુરંધર જુઓ.”
પહેલા દિવસે માત્ર 1.75 કરોડનું કલેક્શન
કેટલાક લોકોનું માનવું છે કે, કોમેડી ફિલ્મોમાં દર્શકો મસ્તી અને એસ્કેપિઝ્મ ઇચ્છે છે, જે ‘કિસ કિસ કો પ્યાર કરું 2’ ફિલ્મમાં જોવા મળે છે. જોકે, ફિલ્મમાં કેટલાક સીન લંબાવાયા છે. ફિલ્મમાં ઘણી જગ્યાએ ઉમેરાયેલા ડ્રામેટિક સીન દર્શકોને થકવી દે તેવા છે. જોકે, ફિલ્મી સૂત્રોના જણાવ્યાનુસાર, ‘કિસ કિસ કો પ્યાર કરું 2’ ફિલ્મે બોક્સ ઓફિસ પર પહેલા દિવસે 1.75 કરોડનું નેટ કલેક્શન કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, 2015માં આવેલી ‘કિસ કિસ કો પ્યાર કરું’ ફિલ્મમાં ત્રણ હીરોઈન હતી. જ્યારે ‘કિસ કિસ કો પ્યાર કરું 2’ ફિલ્મમાં ચાર હીરોઈન છે. જેમાં ત્રિધા ચૌધરી, વારિના હુસેન, પારુલ ગુલાટી અને આયેશા ખાનનો સમાવેશ થાય છે. ફિલ્મની સ્ટોરી આ ચારેય હીરોઈન સાથે કપીલ શર્માના સંબંધ પર આધારિત છે. ફિલ્મમાં દિવંગત એક્ટર અસરાની પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળ્યા છે.
આ પણ વાંચો…પહેલા જ અઠવાડિયામાં’ધુરંધર’ ફિલ્મ પહોંચી 200 કરોડને પાર, પરંતુ આ રેકોર્ડ ન તોડી શકી



