ટીવી રિયાલિટી શૉ અને એક્ટિંગ બાદ કપિલ શર્મા હવે આ રૂપમાં પણ દેખાશે

ટીવી રિયાલિટી શૉ કરી કૉમેડી કિંગ તરીકે જાણીતા કપિલ શર્માને તમે શૉમાં ઘણીવાર ગીત ગાતા જોયો હશે. કપિલ ઘણીવાર ગીતો ગાતો જોવા મળે છે અને તેના અવાજના વખાણ પણ થાય છે, પણ તે તમને ઓફિશિયલી સિંગર તરીકે પણ સાંભળવા મળશે. જી હા, કૉમેડી ઉપરાંત એક્ટિંગમાં પણ સફળતાપૂર્વક ઝંપલાવનાર કપિલ હવે સિંગર તરીકે ગીતો ગાતો જોવા મળશે. કપિલે જાણીતા રેપર હની સિંહ સાથે આ માટે હાથ મિલાવ્યા છે.
કપિલની ફિલ્મ કિસ કિસ કો પ્યાર કરું-2 આવી રહી છે. આ ફિલ્મમાં કપિલ એક્ટિંગ તો કરશે જ, પણ સાથે હની સિંહ સાથે ગીત પણ ગાશે. બન્ને આ ફિલ્મમાં ખાસ ગીતનું શૂટિંગ આવતા અઠવાડિયાથી કરે તેવી સંભાવના છે. મુંબઈની બહારના લોકેશનમાં ડિરેક્ટર મિહિર ગુલાટી આ ગીતનું શૂટિંગ કરશે. આ ગીત ફિલ્મનું રેપ અપ સૉંગ છે અને તેના શૂટિંગ સાથે ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ પણ પૂરું થઈ જશે.
આ પણ વાંચો: કેનેડામાં કપિલ શર્માના Cap’s Cafe પર ફાયરિંગ: ખાલિસ્તાની આતંકીએ લીધી જવાબદારી, પોલીસ તપાસ શરૂ
તાજેતરમાં જ કપિલ બીજા કારણોસર ચર્ચામાં હતો. કપિલની કેનેડા ખાતેની કોફી શૉપ કેપ્સ પર ગોળીઓ ચલાવવામાં આવી હતી. 9મી જુલાઈએ આ ઘટના બની હતી. કપિલ અને પત્ની ગિન્નીએ આ કોફી શૉપના ઑપનિંગના ફોટા પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.