કપિલ શર્મા થયો ટ્રોલઃ એટલી પર કમેન્ટ મામલે નેટીઝન્સમાં મતભેદ
કૉમેડી કિંગ કહેવાતા કપિલ શર્માની ઘણી કૉમેન્ટ્સ લોકોને ગમતી નથી. ઘણીવાર તે બૉડી શેમિંગ કરે છે જેના લીધે તે ટ્રોલ પણ થાય છે. પોતાના ટીમ મેમ્બર્સ કે અન્ય કલાકારોને ક્યારેક મજાક મજાકમાં તે કહી દે છે ત્યારે તે સમયે તો લોકો હસે છે, પરંતુ ત્યારબાદ તેને અપમાનજનક કહેનારા પણ ઘણા છે અને આ રીતે તેના શૉનો વિરોધ કરનારા પણ ઘણા છે.
તાજેતરમાં જ તેના શૉમાં ફેમસ ડિરેક્ટર-પ્રોડ્યુસર એટલી આવ્યો હતો.
આ પણ વાંચો: ‘કપિલ શર્મા શો’ની સ્ટાર શુમોના ચક્રવર્તી શેર કરી ઈમોશનલ પોસ્ટ, જાણો કેમ?
શાહરૂખના જવાનના આ ડિરેક્ટર સાથે કપિલે વાત કરી હતી. કપિલે તેને મજાકમાં પૂછ્યું કે ઘણી યુવાન ઉંમરે તું ડિરેક્ટર બની ગયો તો જ્યારે પણ કોઈ મોટા સ્ટાર પાસે જા છો ત્યારે લોકો એમ નથી કહેતા કે ક્યા છે એટલી. તેના આ સવાલ પર બદા હસ્યા, પણ એટલીના ચહેરા પર ખાસ કોઈ હાસ્ય ન હતું. તેણે જવાબ પણ એવો જ આપ્યો. જોકે કપિલની આ કમેન્ટમાં કોઈ અપામનજનક વાત ન હતી, પરંત નેટિઝન્સ તેને ટ્રોલ કરી રહ્યા છે.
કપિલ તેના શૉમાં સિમોનના હોઠથી માંડી બધાની મજાક ઉડાવતો હોય છે. મજાક અને અપમાન વચ્ચે ક્યારેક ફરક રહેતો નથી. જોકે એટલીના શૉ વખતે કપિલે આવી કોઈ કૉમેન્ટ ન કરી હોવાનુ નેટિઝન્સનું કહેવાનું છે તો ઘણાનું માનવાનું છે કે કપિલે એટલીની કાળી ચામડીને અનુલક્ષીને આમ કહ્યું હતું.
જે હોય તે પણ કપિલના શૉની લોકપ્રિયતા ઓછી થતી નથી તે વાત પણ નક્કી છે.