મનોરંજન

‘કપિલ શર્મા શો’ની સ્ટાર શુમોના ચક્રવર્તી શેર કરી ઈમોશનલ પોસ્ટ, જાણો કેમ?

મુંબઈ: જાણીતા કોમેડી શો ‘કપિલ શર્મા શો’માં કપિલની ઓન સ્ટેજ પત્ની બની પોતાના પેરફોર્મન્સથી લોકોને હસાવનારી શુમોના ચક્રવર્તીએ એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે. શુમોના ચક્રવર્તીએ ખૂબ જ નજીકના કોઈને ખોવાના એક વર્ષની યાદમાં આ પોસ્ટ કરી હતી. શુમોના ચક્રવર્તી એક પેટ-લવર છે, તેણે એક બબલ નામનો ડોગી પાળ્યો હતો. શુમોના આ જીગરના ટુકડાનું એક વર્ષ પહેલા મૃત્યુ થયું હતું. જેની યાદમાં તેણે આ પોસ્ટ કરી હતી.

શુમોના ચક્રવર્તી તેના ડોગી બબલ સાથે અનેક વખત વોક પર જતાં પાપારાઝીના કૅમેરામાં કેદ થઈ હતી. શુમોનાના ડોગી બબલના મૃત્યુને એક વર્ષ વીતી જતાં તે આજે પણ તેની યાદમાં અનેક પોસ્ટ સોશિયલ મીડિયા પર કરે છે. તાજેતરમાં બબલની તસવીર શેર કરી હતી. આ પોસ્ટથી સમજાય છે કે શુમોના હજી પણ બબલના જવાના દુઃખથી બાહર આવી શકી નથી.

શુમોનાએ કરેલી પોસ્ટમાં તેણે લખ્યું હતું કે કેવી રીતે તેના પેટ ડોગી બબલની યાદમાં એક વર્ષ વીતી ગયું છે. બબલના મારા જીવનમાં ન હોવું મુશ્કેલ ભર્યું રહ્યું પણ હું લાઈફમાં આગળ વધતી ગઈ. આપણે કોઈ એવાને ગુમાવી દઈએ છીયે કે જેના વગર આપણે જીવી શકતા નથી. આપણું દિલ સંપૂર્ણ રીતે તૂટી જાય છે અને તેમના જવાના દુઃખથી આપણે ક્યારેય બહાર આવી શકતા નથી.

પોતાના પેટ ડોગ બબલની યાદમાં કરેલી પોસ્ટમાં તેણે આગળ લખ્યું હતું કે તેઓ આપના તૂટેલા દિલમાં હંમેશા રહે છે. તમને લાગે છે કે તમારું દિલ તૂટી ગયું છે પણ તેમ છતાં તે સંપૂર્ણ રીતે ધબકતું રહે છે, એવું કહી શુમોનાએ તેના પેટ ડોગી બબલ વિશે પોતાની લાગણી વ્યક્ત કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button