કાંતારાની સામે ફિકો પડ્યો વરુણનો ચાર્મ! જાણો બંને ફિલ્મે કેટલી કરી કમાણી | મુંબઈ સમાચાર
મનોરંજન

કાંતારાની સામે ફિકો પડ્યો વરુણનો ચાર્મ! જાણો બંને ફિલ્મે કેટલી કરી કમાણી

મુંબઈ: ઋષભ શેટ્ટીની કાંતારા ચેપ્ટર 1 રીલીઝ થતાની સાથે જ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહ્યું છે. ફિલ્મે ચાર દિવસમાં બોક્સ ઓફિસ પર 200 કરોડના આંકડાને પાર કરીને રેકોર્ડ તોડ્યા છે. આ ફિલ્મની કથા અને અભિનયે દર્શકોને મોહી લીધા છે, જ્યારે વરુણ ધવણ અને જાન્હવી કપૂરની ‘સન્ની સંસ્કારી કી તુલસી કુમારી’ 50 કરોડના ક્લબથી પણ દૂર રહી ગઈ છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે, ‘કાંતારા: ચેપ્ટર 1’એ રિલીઝના પહેલા દિવસે તમામ ભાષાઓમાં 61.85 કરોડનું બિઝનેસ કર્યું, જે બીજા દિવસે 45.4 કરોડ સુધી પહોંચ્યું. જ્યારે ત્રીજા દિવસે શનિવારે 55 કરોડનો વકરો કર્યો હતો. ચોથા દિવસે રવિવારે 61 કરોડની કમાણી સાથે આ ફિલ્મનું કુલ કલેક્શન 223.25 કરોડ થઈ ગયું છે. આ ફિલ્મનું ડિરેક્શન ઋષભ શેટ્ટીએ કર્યું છે. જ્યારે આ ફિલ્મમાં રુક્મિણી વસંત, જયરામ અને ગુલશન દેવૈયા મુખ્ય ભૂમિકાઓમાં છે.

‘કાંતારા: ચેપ્ટર 1’એ પહેલા ત્રણ દિવસમાં જ 162.85 કરોડનું કલેક્શન કરીને 2025ની સૌથી મોટી શનિવારની કમાણી કરનારી ફિલ્મમાં સામેલ થઈ ગઈ છે. જ્યારે આ ફિલ્મ કન્નડ સિનેમાની ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે, ઉલ્લેખનીય વાત એ છે આ ફિલ્મે ‘કેજીએફ: ચેપ્ટર 1’ને પણ પાછળ છોડી દીધી છે. તેની કલ્પનાત્મક અને પૌરાણિક વાર્તાએ દર્શકોને આકર્ષ્યા છે, અને હવે વીકડેમાં તેનું પ્રદર્શન જોવાનું રહ્યું છે. આ ફિલ્મની સફળતા સાઉથ સિનેમાની પેન-ઇન્ડિયા અપીલને દર્શાવે છે, જે બજેટના 125 કરોડ સામે 31%થી વધુ વળતર આપી રહી છે.

બીજી તરફ, 2 ઓક્ટોબરે રીલીઝ થયેલી ‘સન્ની સંસ્કારી કી તુલસી કુમારી’એ પહેલા દિવસે 9.25 કરોડનું ઓપનિંગ કર્યું હતું, જે બીજા દિવસે 5.25 કરોડ અને ત્રીજા દિવસે 7.5 કરોડ સુધી પહોંચ્યું. રવિવારે માત્ર 7.75 કરોડની કમાણી સાથે તેનું કુલ કલેક્શન 30 કરોડ થયું છે, જે 50 કરોડના માર્કથી દૂર છે. આ ફિલ્મમાં વરુણ ધવણ અને જાન્હવી કપૂરની કેમિસ્ટ્રી અને રોમ-કોમ જીનરને અપેક્ષા હતી, પરંતુ મિક્સ પ્રતિસાદને કારણે તે નબળું પડી ગઈ છે.

આપણ વાંચો:  રજનીકાન્તે રોડના ઢાબા પર ઉભા રહીને સામાન્ય માણસની જેમ પુરી-શાક ખાધાં

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button