કાંતારા ચેપ્ટર 1ની બોક્સ ઓફિસ પર ઘૂમ, સાઉથની સુપર હિટ ફિલ્મોને પણ છોડી પાછળ…

મુંબઈ: સાઉથની ફિલ્મ કાંતારા ધ લેજન્ડ ચેપ્ટર 1ના રીલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મનો પહેલો ભાગ 2022માં રીલીઝ થયો હતો. આ ફિલ્મનું ડિરેક્શન ઋષભ શેટ્ટીએ કર્યું છે, જ્યારે અભિનયે આ સ્ટોરીને જીવંત બનાવી છે. ઓક્ટોબર 2ના રોજ રીલીઝ થયેલી આ ફિલ્મે ભારતીય બોક્સ ઑફિસ પર અત્યાર સુધી 438 કરોડથી વધુની કમાણી કરી ચૂકી છે. આ ફિલ્મની સફળતા દર્શાવે છે કે સારી સ્ટોરી અને સંસ્કૃતિનું મિશ્રણ કેવી રીતે લોકો વખાણે છે.
આ અઠવાડિયાના વીકેન્ડમાં ‘કાંતારા ચેપ્ટર 1’એ બોક્સ ઑફિસને ધૂમ માચાવી હતી. શુક્રવારે તેની કમાણી 22 કરોડ 25 લાખ રૂપિયા રહી, જ્યારે શનિવારે ફિલ્મની કમાણી 39 કરોડ સુધી પહોંચી એટલે કે 75.28 ટકા વધારો થયો. જો કે આ આંકડો રવિવારે 40 કરોડ આસપાસ થંભી ગયો હતો. આ ત્રણ દિવસની કુલ કમાણીથી ફિલ્મે તેની લય જળવાઈ રાખી છે, અને ઋષભ શેટ્ટીની આ કાવ્યાત્મક કથા દર્શકોને બાંધી રાખી છે.

‘કાંતારા ચેપ્ટર 1’એ ભારતીય બોક્સ ઑફિસ પર અનેક સુપરહીટ ફિલ્મોથી લોકોને મનોરંજન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, ‘બાહુબલી: ધ બિગિનિંગ’ની નેટ કમાણી 420 કરોડ હતી. જ્યારે ‘સાલાર પાર્ટ 1’ની 406 કરોડ 45 લાખનો વકરો કર્યો હતો. બોલીવુડની વાત થાય તો આ ફિલ્મ ઘણી બોલીવુડ ફિલ્મને પણ પાછળ છોડી દીધી છે. જેમાં આમિર ખાનની ‘દંગલ’ (387.38 કરોડ), રજનીકાંતની ‘જેલર’ (348.55 કરોડ) અને રણબીર કપૂરની ‘સંજૂ’ (342.57 કરોડ) જેવી હિટ ફિલ્મોના નામ સામેલ થાય છે. આ રેકોર્ડ તોડતી ફિલ્મ હજુ પણ થિયેટરોમાં ચાલી રહી છે, જેથી તેની કુલ કમાણી 500 કરોડને પાર કરીને વધુ ઊંચાઈઓ સર કરશે તેની અપેક્ષા છે.
કાંતારા ચેપ્ટર 1 સાથે બોક્સ ઓફિસના મેદાને ઉતરેલી વરુણ ધવન અને જાહ્નવી કપૂરની રોમ કોમ ફિલ્મ સની સંસ્કારી કી તુલસી કુમારીને લોકો એટલો પ્રેમ મળી શક્યો નહીં. કેમ કે આ ફિલ્મ 12 દિવસમાં 50 કરોડના આંકડાને પણ ટચ કરી શકી નથી. ફિલ્મને પોતાના બડેટને પાર કરવા માટે હજી પણ સંઘર્ષ કરવો પડી રહ્યો છે. જો કે આ ફિલ્મને IMDb પર 6.4ની રેટિંગ હોવા છતાં, આ ફિલ્મને ‘કાંતારા’ના સામે ફિકી પડી રહી છે.
આ પણ વાંચો…‘કાંતારા: અ લિજેન્ડ – ચેપ્ટર 1’માં આ અભિનેતાએ લોકોને ખડખડાટ હસાવ્યા, પરંતુ…