પીરિયડ્સમાં હોઉં ત્યારે પણ હું મંદિરમાં જાઉં છું કારણ કે…જાણો કંગનાએ આ મુદ્દા પર શું વાતો કરી | મુંબઈ સમાચાર
મનોરંજન

પીરિયડ્સમાં હોઉં ત્યારે પણ હું મંદિરમાં જાઉં છું કારણ કે…જાણો કંગનાએ આ મુદ્દા પર શું વાતો કરી

બોલીવૂડ અભિનેત્રી અને ભાજપની સાંસદ કંગના રણૌત તેનાં એક ઈન્ટરવ્યુ બાબતે ચર્ચામાં છે. સ્પષ્ટ બોલતી કંગનાએ મહિલાઓના માસિક ધર્મ મામલે પણ ઘણી સ્પષ્ટતાપૂર્વક વાત કરી છે.

કંગનાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે પીરિયડ્સ વિશે છોકરીઓને અભ્યાસમાં શિખાડવામાં આવતું જ નથી. ટેક્સબુકમા એક ચેપ્ટરથી છોકરીઓને સમજાતું નથી. ચેપ્ટર તો 8 કે 9માં ધોરણમાં આવે છે, તે પહેલા છોકરીઓને પીરિયડ્સમાં આવી જતા હોય છે. આથી પીરિયડ્સ વિશે પરિવાર તરફથી જ સમજ મળે છે.

આપણ વાંચો: લોકસભા ચૂંટણી 2024: કંગના રણૌત પછી વધુ એક અભિનેત્રીનું નામ ચર્ચામાં

પોતાના એ દિવસો વિશે યાદ કરી કંગનાએ કહ્યું કે મને પીરિયડ્સ ન હતા આવતા તો મારી મમ્મી ચિંતામાં રહેતી હતી. હું મોટી ઉંમર સુધી ઢીંગલા ઢીંગલીથી રમતી હતી, મારી મમ્મીએ બધા ફેંકી દીધાં હતા.

મારી મમ્મી મને કહેતી તને આ રીતે બ્લિડિંગ થશે, કપડા ખરાબ થશે ત્યારે તું મારી પાસે આવજે. એક દિવસ હું સવારે ઊઠી તો મારા કપડા અને બેડશિટ ખરાબ થઈ ગયા હતા. તે દિવસે હું ઘણી ડરી ગઈ હતી.

આપણ વાંચો: કંગનાના ગાંધીજી વિશેના લવારા સામે ભાજપ કેમ ચૂપ?

પીરિયડ્સમાં હોઈએ ત્યારે મંદિરમાં નહીં જવાનું, કિચનમાં નહીં જવાનું તેવી માન્યતાઓ વિશે તમે શું કહેશો, તેમ પૂછવામા આવતા કંગનાએ કહ્યું કે અમારા ઘરે પણ આવી માન્યતા હતી. મેં ક્યારેય સવાલ નતી કર્યા કે મેં ક્યારેય વિરોધ નથી કર્યો. મને પોતાને જ પીરિયડ્સ સમયે મંદિર જવું ગમતું ન હતું, મને ખૂબ ગુસ્સો આવતો, કોઈને પણ મારી દેવાનું મન થતું.

હવે હું એકલી રહું છું. આથી મારી પાસે વિકલ્પ નથી. મારે કિચનમાં પણ જવું પડે છે અને પૂજા પણ કરવી પડે છે. જો કોઈ હોય હાજર તો હું તેને પૂજા કરવાનું કહું છું બાકી હું જ કરી નાખું છું, તેમ કંગનાએ જણાવ્યું હતું.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કંગનાની છેલ્લી ફિલ્મો તેજસ અને ઈમરજન્સી બોક્સ ઓફિસ પર ચાલી ન હતી. પોતે સાંસદ પણ હોવાથી નવા પ્રોજેક્ટ લઈ શકતી નથી. હાલમાં તેનું એક્ટિંગ કરિયર તો બાજુએ રહી ગયું હોય તેમ લાગે છે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button