કંગનાનીએ ટ્વીટ ફરી છંછેડશે વિવાદનો મધપૂડો?
બેંગલોર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના ફાઇટર પ્લેન તેજસ એરક્રાફ્ટની બેંગલોર ખાતેની ફેક્ટરીમાં મુલાકાત લીધી હતી. આ મુલાકાત સાથેજ પીએમ મોદીએ બેંગલોરમાં ‘મેક ઇન ઇન્ડિયા’ મલ્ટી-રોલ ફાઇટર એરક્રાફ્ટ બનાવવાની પણ મંજૂરી આપી છે. પીએમ મોદીએ આજે બેંગલુરુમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ની પણ મુલાકાત લીધી હતી. પીએમ મોદીએ તેજસ ફાઇટર પ્લેનની સવારી પણ કરી હતી. જેની તસવીરો ટ્વિટર પર શેર કરવામાં આવી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. પીએમ મોદીની આ તસવીરો શેર થતાં તેનો ફાયદો બૉલીવૂડની કોન્ટ્રોવર્સી ક્વીન કંગના રનોટે ઉઠાવ્યો છે. કંગનાને મોદીની આ તસવીરો ટ્વિટર પર શેર કરી તેની હાલમાં રીલીઝ થયેલી ફિલ્મ ‘તેજસ’નું પ્રમોશન કર્યું છે. કંગનાની ફિલ્મ તેજસે બોક્સ ઓફિસ પર ખુબજ ખરાબ પ્રદર્શન કર્યું હતું. ૭૦ કરોડમાં બનેલી આ ફિલ્મે માત્ર ૫.૬ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
કંગનાએ પીએમ મોદીની આ તસવીરો શેર કરી લખ્યું આદરણીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીએ ભારતના સૈનિકોને સમર્પિત અને ભારત ફાઇટર પ્લેન તેજસ પર બનાવેલી મારી ફિલ્મને જોઈ હશે તેવી આશા છે. જેઓએ તેજસને થિયેટરમાં જોઈ નથી તેઓ માટે આ ફિલ્મ ટૂંક સમયમાં ઝી ફાય (Zee5) અને સોનીલીવ (sonylivindia) પર ઉપલબદ્ધ થશે.
કંગના રનોટની છેલ્લી ૧૧ ફિલ્મો ફ્લોપ રહી છે. કંગના તેના વિવાદિત વિધાનોને લીધે બૉલીવૂડ અને રાજકારણમાં ચર્ચાનો વિષય બને છે. કંગનાએ પીએમ મોદીની આ તેજસ રાઈડ પર કરેલી આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી છે. જેથી થોડાક સમયમાં ફરી વિવાદો શરૂ થવાની શક્યતા છે.