Kangana Thappadkand: તે સમયે કંગનાએ થપ્પડ મારવાની કરી હતી તરફદારી અને હવે… | મુંબઈ સમાચાર

Kangana Thappadkand: તે સમયે કંગનાએ થપ્પડ મારવાની કરી હતી તરફદારી અને હવે…

બોલિવૂડ અભિનેત્રી અને તાજેતરમાં સાંસદ બનેલી કંગના રાણોટ (Kangana Ranaut)આ દિવસોમાં સતત સમાચારોમાં રહે છે. અભિનેત્રીને ગુરુવારે ચંદીગઢ એરપોર્ટ પર મહિલા CISF જવાને થપ્પડ મારી દીધી હતી. અત્યાર સુધી આ વિવાદ પર લોકોની મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. કેટલાક તે ઘટનાની નિંદા કરી રહ્યા છે તો કેટલાક સીઆઈએસએફ અધિકારીનું સમર્થન કરી રહ્યા છે. આ દરમિયાન અભિનેત્રીનું એક જૂનું નિવેદન વાયરલ થઈ રહ્યું છે.

અભિનેત્રીનું આ નિવેદન વર્ષ 2022નું છે, જ્યારે હોલીવુડ એક્ટર વિલ સ્મિથે ઓસ્કર ઈવેન્ટમાં સ્ટેજ પર ક્રિસ રોકને થપ્પડ મારી હતી. કારણ એ હતું કે ક્રિસે તેની પત્ની અને અભિનેત્રી જેડા પિંકેટ સ્મિથની મજાક ઉડાવી હતી. તે દરમિયાન કંગનાએ વિલને થપ્પડ મારવા માટે ટેકો આપ્યો હતો. હવે જ્યારે કંગનાને એરપોર્ટ પર મહિલા સુરક્ષાકર્મી દ્વારા થપ્પડ મારી દેવામાં આવી છે ત્યારે લોકો તેની જૂની પોસ્ટનો સ્ક્રીનશોટ શેર કરી રહ્યા છે.

હાલમાં જ લોકસાભા સીટ પરથી સાંસદ તરીકે ચૂંટાયેલી કંગનાને ચંદીગઢ એરપોર્ટ પર થપ્પડ મારી દેવામાં આવી હતી. જ્યારે મહિલા CISF જવાનને પૂછવામાં આવ્યું તો સુરક્ષાકર્મીઓએ જણાવ્યું કે તેની માતા ખેડૂતોના આંદોલનમાં બેઠી હતી ત્યારે કંગનાએ નિવેદન આપ્યું હતું કે આ તમામ મહિલાઓ 100 રૂપિયા લઈને ધરણા પર બેઠી હતી. ઓસ્કર 2022 દરમિયાન બનેલી ઘટનાની તસવીર શેર કરતી વખતે કંગનાએ કહ્યું હતું કે જો તે વિલની જગ્યાએ હોત તો તેણે પણ આવું જ કર્યું હોત.

કંગનાએ લખ્યું હતું કે જો કોઈ મૂર્ખ વ્યક્તિ મારી માતા કે બહેનની બીમારીનો ઉપયોગ લોકોને હસાવવા માટે કરશે તો હું તેને વિલ સ્મિથની જેમ થપ્પડ મારીશ. તેણે ખૂબ સારું કર્યું છે.

આ પણ વાંચો : જ્યારે કંગના ચિરાગ પાસવાનની બાજુમાંથી પસાર થઈ ત્યારે……

પોતાની સાથે બનેલી ઘટના બાદ તેણે બોલીવૂડ પરપણ ગુસ્સો વરસાવ્યો હતો. બોલીવૂડ સ્ટાર તેના સપોર્ટમાં ન આવ્યા તે મામલે તેણે નારાજગી દર્શાવી હતી.

આ પોસ્ટને શેર કરતી વખતે એક યુઝરે લખ્યું હતું કે કંગનાના કહેવા પ્રમાણે, વિલ સ્મિથ એવી વ્યક્તિને મારી શકે છે જે તેની પત્નીની મજાક ઉડાવે છે, પરંતુ જો એક્ટ્રેસ કોઈ મહિલાને એમ કહે કે તે સો રૂપિયા માટે ધરણા પર બેઠી છે તો તે મારી ન શકે.

એક યુઝરે લખ્યું કે આ કંગનાની દંભી માનસિકતા દર્શાવે છે. જ્યારે વાસ્તવમાં તે તેમની ભૂલ છે. એકે કહ્યું કે સેલિબ્રિટીએ આવી વાત ન કરવી જોઈએ. તે ગરીબ હોવાને કારણે તે કોન્સ્ટેબલ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. કંગના સામે ક્યારે કાર્યવાહી થશે?

હવે આ બધાનો જવાબ તો કંગના જ આપી શકે

સંબંધિત લેખો

Back to top button