મનોરંજન

તો શું બોલીવુડની આ ક્વીનને તેનો કિંગ મળી ગયો…..

મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત અવારનવાર પોતાના બેબાક અંદાજને કારણે ચર્ચામાં રહે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ કોઈપણ વિષય પર તેના વિચારો વ્યક્ત કરતા સહેજ પણ અચકાતી નથી. કંગનાનું નામ એક સમયે રિતિક રોશન સાથે પણ જોડાયું હતું. હવે અભિનેત્રી ફરી એકવાર ડેટિંગની અફવાઓને કારણે ચર્ચામાં છે. હાલમાં જ તે પ્રાણ પ્રતિષ્ઠા માટે અયોધ્યાના રામ મંદિરમાં ગઈ હતી. અહીં Ease My Tripના કો-ફાઉન્ડર સાથે ક્લિક કરેલી કેટલીક તસવીરો વાઈરલ થઈ છે. ત્યારબાદ તેમની ડેટિંગની અફવાઓએ વેગ પકડ્યો. હવે અભિનેત્રીએ તેના અંગત જીવન વિશે એક મોટું અપડેટ આપ્યું છે.

રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થયા બાદ અભિનેત્રીએ જય શ્રી રામના નારા લગાવીને આ ઐતિહાસિક દિવસની ઉજવણી કરી હતી. પરંતુ આ ઉપરાંત કંગના અન્ય કારણસર પણ ટ્રેન્ડ કરી રહી છે. કંગનાનું નામ Ease My Trip ના સ્થાપક કરોડપતિ બિઝનેસમેન નિશાંત પિટ્ટી સાથે જોડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત અભિનેત્રીની કેટલીક તસવીરો પણ વાઈરલ થઈ હતી. ત્યારબાદ બંનેના ડેટિંગની અફવાઓએ જોર પકડ્યું હતું. જો કે, આ સમાચારો પર પોતાનું મૌન તોડતા અભિનેત્રીએ તેના અંગત જીવન વિશે એક મોટું અપડેટ આપ્યું છે.


કંગનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેના સંબંધો વિશે જણાવતા લખ્યું હતું કે અફવાઓ ફેલાવીને બીજાને શરમ ન નાખે. અભિનેત્રીએ નિશાંત પિટ્ટી સાથેના તેના સંબંધોની સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે તેને ડેટ કરી રહી નથી. બંને એકબીજાને ઓળખે છે એટલે જ અયોધ્યામાં ફોટો ક્લિક કરાવ્યો હતો. કંગનાએ કહ્યું કે નિશાંત પરિણીત છે અને હું કોઈ બીજાને ડેટ કરી રહી છું, જે યોગ્ય સમય આવશે ત્યારે હું જાહેર કરી દઈશ.


અભિનેત્રીની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તે ‘ઇમરજન્સી’માં વડા પ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે 14 જૂને રિલીઝ થઈ રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button