સરે રાહ ચલતે ચલતે… કંગના રનૌતને સફર દરમિયાન અચાનક મળી ગયા….. | મુંબઈ સમાચાર
મનોરંજન

સરે રાહ ચલતે ચલતે… કંગના રનૌતને સફર દરમિયાન અચાનક મળી ગયા…..

ફોટા શેર કર્યા અને લખી ખાસ નોંધ

કંગના રનૌત આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘તેજસ’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ 27 ઓક્ટોબરે સિનેમાઘરોમાં આવવાની છે. આજકાલ કંગના ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. હવે આ દરમિયાન, અભિનેત્રીએ તેના સત્તાવાર એક્સ હેન્ડલ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે જોવા મળી રહી છે. અજીત ડોભાલને મળીને કંગના ખુબ જ ખુશ દેખાતી હતી. તસવીરો શેર કરતી વખતે કંગનાએ ખુલાસો કર્યો હતો કે ડોભાલ સાથે તેની મુલાકાત ફ્લાઇટમાં અચાનક થઈ હતી અને આને તે શુભ શુકન માને છે.

કંગનાએ ટ્વિટર પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે જોવા મળી રહી છે. ફોટા શેર કરતાં કંગનાએ લખ્યું હતું કે, “કેવા શુભ શુકનર, આજે સવારે મને ફ્લાઇટમાં સર્વકાલીન મહાન અજીત ડોભાલજીની બાજુમાં બેસવાનો મોકો મળ્યો. તેજસ (આપણા સૈનિકોને સમર્પિત ફિલ્મ) ના પ્રમોશન દરમિયાન. હું તેમને મળી. દરેક સૈનિક માટે પ્રેરણારૂપ એવા વ્યક્તિને મળવાની મને તક મળી. હું તેને એક મહાન શુકન માનું છું, જય હિંદ.”

તેજસમાં અભિનેત્રી તેજસ ગિલ નામના એરફોર્સ પાયલટની ભૂમિકામાં જોવા મળશે. કંગના રનૌતની આ ફિલ્મ ભારતની પ્રથમ એરિયલ એક્શન ફિલ્મ હોવાનું કહેવાય છે. આ ફિલ્મનું ટ્રેલર 8 ઓક્ટોબરે રિલીઝ થયું હતું, જેને લોકોએ ઘણું પસંદ કર્યું હતું.

Back to top button