કમલ હસન માફી નહીં માગે અને ફિલ્મ રિલિઝ નહીં થાય, આ સાથે આ નિર્ણય પણ કર્યો

નવી દિલ્હી : દક્ષિણ ભારતના સ્ટાર કમલ હાસન ભાષાકીય વિવાદમાં સપડાયા છે. જેમાં આ મુદ્દો આખરે કર્ણાટક હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. જેમાં કમલ હાસનને હારનો સામનો કરવો પડ્યો હતો. તેમજ અદાલતે પણ તેમના નિવેદનની આકરી ટીકા કરી હતી. તેની બાદ કમલ હાસનના માફી ન માંગવાના વલણને જોતા કોર્ટે હાલ કર્ણાટકમાં ફિલ્મ ‘ઠગ લાઈફ’ની રિલીઝ પર પ્રતિબંધ મૂક્યો છે.
કમલ હાસને રાજ્યસભામાં ઉમેદવારી પત્ર ભરવાનું મોકૂફ રાખ્યું
આ વિવાદ દરમિયાન સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કમલ હાસને રાજ્યસભામાં ઉમેદવારી પત્ર ભરવાનું મોકૂફ રાખ્યું છે. આ અંગેની મળતી વિગતો મુજબ કર્ણાટક હાઈકોર્ટે 3 જૂને કમલ હાસનની અરજી પર સુનાવણી કરી જેમાં તેમને ઠપકો આપવામાં આવ્યો હતો. ન્યાયાધીશ એમ નાગપ્રસન્નાએ કેસની સુનાવણી કરી અને કહ્યું કે કમલ હાસન હોય કે અન્ય કોઈ, કોઈને પણ લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો અધિકાર નથી. કમલ હાસને પણ પોતાના નિવેદન બદલ માફી માંગવાનો ઇનકાર કર્યો હતો. આ માટે કોર્ટે કહ્યું કે તેમને નિવેદન બદલ માફી માંગવાની જરૂર નથી પરંતુ તેમના હિત માટે કાનૂની રક્ષણની જરૂર છે.
કમલ હાસને કરી આ સ્પષ્ટતા
કર્ણાટક હાઈકોર્ટની સુનાવણી બાદ કમલ હાસને તરત જ સ્પષ્ટતા કરી. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને પોતાનો મુદ્દો રજૂ કર્યો પરંતુ માફી માંગી નહીં. તેમણે લખ્યું કે તે આશા રાખે છે કે તેમના શબ્દોને તે જ ભાવનાથી લેવામાં આવશે જે ભાવનાથી તેમણે કહ્યું હતું. અને કર્ણાટક, તેના લોકો અને તેમની ભાષા પ્રત્યેના મારા પ્રેમને માન્યતા આપવામાં આવશે.
આ પણ વાંચો….“તમે કમલ હસન હોવ કે કોઈ પણ…” કન્નડ ભાષાના વિવાદ પર કર્ણાટક હાઈ કોર્ટ અભિનેતાને લગાવી ફટકાર…