મનોરંજન

30 વર્ષ નાની અભિનેત્રી સાથે કમલ હાસને કરી કિસ! સોશિયલ મીડિયામાં ટ્રોલિંગ શરૂ…

મુંબઈઃ સુપરસ્ટાર કમલ હાસન (Kamal Haasan) પોતાની ફિલ્મ ઠગ લાઇફ (Thug Life)ને લઈને અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ ફિલ્મનું ટ્રેલર (Thug Life trailer) રિલિઝ થઈ ગયું છે. આ ફિલ્મના ટ્રેલરને માત્ર એક જ દિવસમાં 2,74,40,070 જેટલા વ્યૂઝ મળ્યાં છે. એટલે કે આ ટ્રેલર લોકોએ ખૂબ જ પસંદ આવ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આ ફિલ્મમાં કમલ હાસન તેનાથી 30 વર્ષ નાની અભિનેત્રી સાથે લિપ-લોક કરતા જોવા મળ્યો છે. જેના કારણે લોકો તેને સોશિયલ મીડિયામાં ટ્રોલ કરી રહ્યાં છે.

thug life movie

40 વર્ષીય અભિનેત્રી અભિરામી સાથે કમલ હાસને કરી કિસ
આ ફિલ્મમાં 70 વર્ષીય કમલ હાસન તેનાથી 30 વર્ષ નાની એટલે કે 40 વર્ષીય અભિનેત્રી અભિરામી (Abhirami) સાથે કિસ કરતો જોવા મળ્યો છે. એટલું જ નહીં પરંતુ તૃષા કૃષ્ણન સાથે કમલ હાસન રોમાન્સ પણ કરી રહ્યો છે. કમલ હાસનના આ સીન લોકોનો પસંદ આવ્યા નથી. જેથી સોશિયલ મીડિયામાં ટ્રાલ કરીને કોમેન્ટ પણ કરી રહ્યાં છે. એક વ્યક્તિએ લખ્યું કે, ‘ત્રિશા શ્રુતિ હાસન કરતા માત્ર 3 વર્ષ મોટી છે’. જ્યારે એક યુઝરે મજાકમાં લખ્યું કે, ‘ફક્ત 30 વર્ષનો તફાવત છે, વ્યવહારીક રીતે સોલમેટ’. પ્રશ્ન અત્યારે એ છે કે, શું આ ટ્રોલિંગના કારણે કમલ હાસનની ફિલ્મ ‘ઠગ લાઇફ’ને કોઈ અસર થશે? આગામી 5મી જૂને આ ફિલ્મ રિલિઝ થવાની છે.

તેમાં કંઈ ખોટું નથી, તે ફક્ત અભિનય કરી રહ્યો છેઃ યુઝર્સ
‘ઠગ લાઇફ’ ફિલ્મ માટે કેટલાક લોકો કમલ હાસનને ટ્રોલ કરી રહ્યાં છે તો કેટલાક લોકો તેને સપોર્ટ પણ કરી રહ્યાં છે. કેટલાક લોકોએ સોશિયલ મીડિયામાં લખ્યું કે, જો તે પ્લોટ સમજાવી રહ્યું છે તો તેમાં કંઈ ખોટું નથી. તે ફક્ત અભિનય કરી રહ્યો છે. એ કોઈ મોટી વાત નથી’. જોકે, અત્યારે ફિલ્મોમાં આવા સીન નોર્મલ થઈ ગયા છે. પારિવારિક ફિલ્મોને બાદ કરતા મોટાભાગની ફિલ્મોમાં હવે એકાદ બોલ્ડ સીન જોવા મળતો હોય છે.

5 જૂને સિનેમાઘરોમાં રિલિઝ થશે ‘ઠગ લાઇફ’
કમલ હાસન આ પહેલા ઈન્ડિયન 2 ફિલ્મમાં જોવા મળ્યો હતો. હવે તે ‘ઠગ લાઇફ’માં જોવા મળશે. આ સિવાય, તેમની પાસે એક બીજો પ્રોજેક્ટ પણ છે. તે ફિલ્મ ઈન્ડિયન 3 માં જોવા મળશે. આ ફિલ્મ આગામી 5 જૂને સિનેમાઘરોમાં રિલિઝ થવાની છે. કમલ હાસનના ચાહકો આ ફિલ્મની આતૂરતાથી રાહ જોઈ રહ્યાં છે. કારણ કે, આ ફિલ્મના ટ્રેલરને માત્ર એક જ દિવસમાં 27 મિલિયન વ્યૂઝ મળ્યાં છે. જેથી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કરશે તેવું લાગી રહ્યું છે.

આપણ વાંચો : ઓછાબોલા કમલ હાસને ડબલ મિનિંગ જોક કરતા નેટીઝન્સ ભડક્યા, જાણો કેવા છે રિએક્શન્સ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button